બિહારમાં 9મી વખત CM બનેલા નીતિશ કુમાર પાસે 13 ગાય અને બીજું શું-શું છે?

PC: ndtv.com

બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે નીતિશ કુમારે રવિવારે સવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને સાંજે તેઓ CM પણ બની ગયા હતા. આ સાથે જનતા દળ યુનાઇટેડ (JDU) એ રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથેના સંબંધો તોડી નાખ્યા અને 17 મહિના જૂની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી.આ બધા વચ્ચે સૌથી મોટી વાત એ છે કે નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર કોઈ અસર જોવા મળી નથી.હવે RJD સાથે છેડો ફાડ્યા બાદ નીતિશ કુમાર ફરીથી ભાજપ સાથે સરકાર બનાવવાની જાહેરાત કરી છે. તેઓ 9મી વખત બિહારના મુખ્યમંત્રી બની ગયા છે. અહીં અમે તેમની નેટવર્થ વિશે જણાવી રહ્યા છીએ જે કરોડોમાં છે.

બિહારની સત્તામાં લાંબા સમયથી ટકી રહેલા નીતિશ કુમારને વિપક્ષ પક્ષ પલટું તરીકે સંબોધન કરે છે,પરંતુ નીતિશ કુમાર માટે એક વાત કહેવાય છે કે તેઓ ગમે તે પાર્ટી સાથે કેમ ન રહે , પરંતુ તેમની ઇમેજ પર કોઇ કાદવ ન ઉછાડી શકે અનેઆ તેમની સૌથી મોટી તાકાત પણ માનવામાં આવે છે. પ્રોપર્ટીની વાત કરીએ તો નીતિશ કુમાર દર વર્ષે પોતાની પ્રોપર્ટીની વિગતો જાહેર કરે છે. આ સાથે સરકારમાં તેમની પાર્ટીના મંત્રીઓની નેટવર્થની માહિતી પણ બિહાર સરકારની વેબસાઇટ પર શેર કરવામાં આવે છે.. ગયા વર્ષે એટલે કે 31મી ડિસેમ્બર, 2023ના છેલ્લા દિવસે વેબસાઈટ પર સંપૂર્ણ વિગત શેર કરવામાં આવી હતી.

સતત 9મી વખત બિહારના CM બનવા જઈ રહેલા નીતિશ કુમારની કુલ સંપત્તિ 1.64 કરોડ રૂપિયા છે. જેમાં તેમની સ્થાવર અને જંગમ મિલકતનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, તેમની પાસે 22,552 રૂપિયા રોકડા છે, જ્યારે તેમના બેંક ખાતામાં જમા થયેલી કુલ રકમ 49,202 રૂપિયા છે. તેમણે પોતાની વિગતોમાં જે માહિતી શેર કરી છે તે મુજબ, નીતિશ કુમાર પાસે 13 ગાય અને 10 વાછરડા છે, જેની કુલ કિંમત 1.45 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

નીતિશ કુમારની માલિકીની અન્ય સંપત્તિ વિશે વાત કરીએ તો, તેમના નામે ફોર્ડ ઇકોસ્પોર્ટ્સ કાર છે, જેની કિંમત 11.32 લાખ રૂપિયા છે. ઘરેણાં તરીકે તેમની પાસે બે સોનાની વીંટી અને 1.28 લાખ રૂપિયાની ચાંદીની વીંટી છે. બિહારના CMની સ્થાવર મિલકતની વાત કરીએ તો, તેમની પાસે દેશની રાજધાની નવી દિલ્હીના દ્વારકામાં એક એપાર્ટમેન્ટ છે, જે તેમની એકમાત્ર સ્થાવર મિલકત છે. આ એપાર્ટમેન્ટની કિંમત 1.48 કરોડ રૂપિયા છે. 2004માં જ્યારે નીતિશ કુમારે તેને ખરીદ્યું ત્યારે તેની કિંમત માત્ર 13.78 લાખ રૂપિયા હતી.

બિહારના મુખ્યમંત્રી પાસે ભલે કરોડથી વધારે સંપત્તિ હોય, પરંતુ વર્ષ 2022માં જાહેર થયેલા એક રિપોર્ટ પર નજર નાંખીએ તો તેમના પુત્ર નિશાંત પાસે 5 ગણી સંપત્તિ છે. નીતિશ કુમારના પુત્ર નિશાંત પાસે 16,549 કેશ અને જુદી જુદી બેંકોમાં 1.28 કરોડ રૂપિયાની સપત્તિ છે.

આ સિવાય નીતીશ કુમારના પુત્ર પાસે 1.63 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે 1.98 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. નિશાંત પાસે નાલંદા અને પટનામાં રહેણાંક મકાનો તેમજ ખેતીની જમીન છે. જ્યારે આ રિપોર્ટ આવ્યો ત્યારે વર્ષ 2022માં નીતિશ કુમારની કુલ સંપત્તિ 75.53 લાખ રૂપિયા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp