શાહે બંધ કર્યા હતા નીતિશ માટે BJPના દરવાજા, હવે કંઇ ચાવીથી ખૂલી રહ્યા છે?
બિહારની રાજનીતિમાં હાલમાં જે બદલાવની પટકથા તૈયાર થઈ ચૂકી છે, તે બિહારની રાજનીતિને જ ચોંકાવી ગઈ છે. અસમંજસભરી રાજનીતિને એ વાતથી પણ સમજી શકાય છે કે કર્પૂરી ઠાકુરની જયંતીથી એક દિવસ અગાઉ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ. ભાજપનું પ્રદેશ નેતૃત્વ કોઈને ખભા પર બેસાડીને રાજનીતિ કરવાનું સીધી રીતે કહી રહ્યું નહોતું. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહ પણ નીતિશ કુમાર માટે નો એન્ટ્રીનું બોર્ડ લગાવી રાખ્યું હતું. તો આખરે સવાલ એ ઉઠે છે કે અમિત શાહે ભાજપના દરવાજા નીતિશ કુમાર માટે બંધ કર્યા હતા, તો આખરે કઇ ચાવીથી ખૂલી ગયા. ચાલો જાણીએ કારણ.
INDIA ગઠબંધનનો ડર:
જે પ્રતિક્રિયા સ્વરૂપ INDIA ગઠબંધનનો પાયો નીતિશ કુમારે રાખ્યો, તેઓ શરૂઆતમાં ભાજપના નેતૃત્વ પર દબાવ ન બનાવી શક્યા. કારણ હતું કે ત્યારે ઘણા રાજ્યોની કોંગ્રેસ વિરોધી પાર્ટી આ પ્લેટફોર્મ નહોતી. તેના કારણે ભાજપની મોટા ભાગના રાજ્યોમાં સીધી ફાઇટની સંભાવના ઓછી હતી, પરંતુ જ્યારે નીતિશ કુમારના પ્રયાસથી મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ સુધી INDIA ગઠબંધન પર સવાર થઈ ગયા તો નરેન્દ્ર મોદીના રણનીતિકારો માટે INDIA ગઠબંધનના શિલ્પકાર અને રાજનીતિના ચાણક્ય કહેવાતા નીતિશ કુમાર ખૂબ મોટા પડકાર રૂપમાં ઉભર્યા. જો કે, INDIA ગઠબંધનાં શિલ્પકારને ગઠબંધને ખાસ મહત્વ ન મળ્યું, પરંતુ ભાજપને INDIA ગઠબંધનને છિન્ન ભિન્ન કરવા માટે મિશન નીતિશ પર લાગવું પડ્યું.
જીતનો ભરોસો ન અપાવી શક્યું પ્રદેશ નેતૃત્વ:
NDA ગઠબંધનથી JDU અલગ થયા બાદ ભાજપ પ્રદેશ નેતૃત્વ પોતાના તમામ ગઠબંધન દળ સાથે કેન્દ્રીય નેતૃત્વને એ ભરોસો ન અપાવી શકી કે વર્ષ 2024નું પ્રદર્શન 2019 લોકસભાની ચૂંટણીના પરિણામ જેવુ હશે. RJDના 30 ટકા વોટ બેંક સાથે અન્ય પછાત અને દલિતના એક હદ સુધી મળનારા વૉટનું નુકસાનનો ડર સતાવવા લાગ્યો.
બિહારમાં થયો જાતીય સર્વે:
જાતીય સર્વે અને અનામતના વધેલી ટકાવારીના કારણે પછાત અને અતિપછાત વોટ બેંક પર મહાગઠબંધનનો રંગ ચઢી જવાનું પણ ભાજપ માટે પરેશાનીનું કારણ બન્યો ભાજપને નુકસાન થતું સ્પષ્ટ નજરે પડવા લાગ્યું.
લોકસભાની ચૂંટણીમાં 25-30 સીટનું નુકસાન:
લોકસભાની ચૂંટણીને લઈને કરવામાં આવેલા ચૂંટણી સર્વેમાં દેખાડવામાં આવ્યું કે, NDAને બિહારમાં 25-30 સીટનું નુકસાન થઈ રહ્યું છે. ભાજપને એ એક મોટું નુકસાન લાગી રહ્યું હતું. એવામાં ભાજપને નેચરલ અલાયન્સ JDU સાથે જરૂરિયાત દેખાઈ દેખાઈ રહી હતી.
હિન્દી બેલ્ટમાં ભાજપનું સેચૂરેશન પોઈન્ટ પર આવી જવું:
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં હિન્દી બેલ્ટ (ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ)માં ભાજપની લગભગ બધી સીટો મળી ગઈ હતી. એવામાં સેચૂરેશન પોઈન્ટ (સંતૃપ્તિ બિંદુ) પર આવી ગઈ. તેના કારણે પણ ભાજપને JDUની જરૂરિયાત અનુભાવવા લાગી હતી. એવું એટલે કે બિહારમાં અલગ સીટોનું નુકસાન થાય છે તો તેની ભરપાઈ કોઈ રાજ્ય સાથે થતા દેખાઈ રહી નહોતી. દક્ષિણમાં કોંગ્રેસના વધતા પ્રભાવથી પણ ભાજપના રણનીતિકાર પણ પરેશાન હતા.
અતિપછાત વોટ બેંકમાં સેન્ધમારી:
બિહારના સંદર્ભમાં એ જોવા મળ્યું કે નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીના સાથે રહેવાથી અતિપછાત વોટ NDAને 80 થી 85 ટકા મળી જાય છે, પરંતુ વર્ષ 2015ની વિધાનસભાની ચૂંટણીમાં નીતિશના RJD સાથે જવા પર મહાગઠબંધનને 60 ટકા અને NDAને 40 ટકા વોટ હાંસલ થઈ શક્યા હતા. એ ડર પણ ભાજપના નેતૃત્વને સતાવી રહ્યું હતું.
મોદીને નીતિશ પસંદ:
સાતમું અને સૌથી મોટું કારણ છે કે નરેન્દ્ર મોદીની પસંદ નીતિશ કુમાર છે. નીતિશ કુમારે પણ પરિવારવાદની રાજનીતિ ન કરી. વ્યવહાર કુશળ બંને જ છે. G20 બેઠકની તસવીર પણ આ બંનેના સમાન નેચરની કથા કહી રહી હતી. જ્યારે નીતિશ કુમારને વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને મળાવ્યા હતા. આમ પણ રાજનીતિમાં કોઈ કોઈનું ન તો સ્થાયી દુશ્મન હોય છે અને ન તો દોસ્ત. મિટ્ટીમાં મિલ જાયેંગે' કે પછી સંઘ મુક્ત ભારત'નો નારો આપનાર નીતિશ કુમાર જ્યારે બીજી વખત ભાજપ તરફથી પલટી મારી શકે છે તો ત્રીજી વખત આવવું કોઈ આશ્ચર્ય નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp