JDUનો સિક્રેટ દાનવીર, પાર્ટી કહે છે- 10 કરોડના બોન્ડ દરવાજા પર છોડી ગયું કોઈ...

PC: ndtv.com

ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી ચૂંટણી ફંડને લઈને સુપ્રીમ કોર્ટના મોટા નિર્ણય બાદ હવે આ મામલે રાજકારણ પણ તેજ થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે અને ભાજપના વિરોધી તેને ઇલેકટોરલ બોન્ડના સવાલ પર ઘેરી રહ્યા છે. આ દરમિયાન બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)ને મળેલા ઇલેક્ટોરલ બોન્ડ મામલે એક રસપ્રદ કહાની સામે આવી છે. સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડને લઈને ચાલેલી લાંબી સુનાવણી દરમિયાન રાજનીતિક પાર્ટીઓને મળેલા ઇલેક્ટોરલ બોન્ડ બાબતે કોર્ટે જાણકારી પણ માગી હતી.

સુપ્રીમ કોર્ટે નિર્ણયક નિર્ણય અગાઉ SBIને ઇલેક્ટોરલ બોન્ડ લેનારાઓના સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવા કહ્યું હતું. એક અવસર એવો પણ આવ્યો જ્યારે કોર્ટે બધી રાજનીતિક પાર્ટીઓ પાસે આ મામલે જવાબ માગ્યો હતો. વર્ષ 2019માં JDUને ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી 13 કરોડ રૂપિયા મળ્યા હતા. આ બાબત JDU તરફથી કોર્ટને જાણકારી આપવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, JDU તરફથી જે જવાબ આપવામાં આવ્યો, તેમાં 10 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ આપનાર વ્યક્તિ બાબતે કોઈ જાણકારી JDUએ શેર કરી નહોતી.

ઇલેક્ટોરલ બોન્ડને લઈને JDUએ વર્ષ 2019માં જવાબ આપ્યો હતો. એ મુજબ 10 એપ્રિલ 2019ના રોજ કોઈ અજાણી વ્યક્તિએ પાર્ટીને 10 કરોડ રૂપિયાનું ઇલેક્ટોરલ બોન્ડ આપ્યું હતું. JDUના તત્કાલીન પ્રદેશ મહાસચિવ નવીન આર્ય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, 3 એપ્રિલ 2019ના રોજ કોઈ અજાણી વ્યક્તિએ પ્રદેશ કાર્યાલય આવીને એક સિલબંધ કવર આપ્યું હતું. આ કવર ખોલવામાં આવ્યું તો તેમાં એક એક કરોડ રૂપિયાના 10 ઇલેક્ટોરલ બોન્ડ મળ્યા, ત્યારબાદ JDUએ પટના SBI મુખ્ય બ્રાન્ચમાં એક ખાતું ખોલાવીને બધા ઇલેક્ટોરલ બોન્ડને કેશ કરાવી લીધા.

JDUને મળેલા ઇલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી આ કહાની ખૂબ રસપ્રદ છે. આ મામલે પાર્ટીના કોઈ પણ નેતા કંઇ બોલવા તૈયાર નથી. મીડિયા રિપોર્ટ મુજબ, વર્ષ 2019માં JDUને ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી 13 કરોડ રૂપિયા મળ્યા હતા. 10 કરોડ રૂપિયા કોઈ અજાણી વ્યક્તિ પાસેથી મળ્યા, જ્યારે એક સિમેન્ટ નિર્માતા કંપની પાસેથી JDUને 1-1 કરોડ રૂપિયાના 2 બોન્ડ મળ્યા હતા. એ સિવાય એક મોબાઈલ કંપનીએ પણ JDUને 1 કરોડ રૂપિયાનું ઇલેક્ટોરલ બોન્ડ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp