પશ્ચિમ બંગાળનું નામ બદલવા મમતા દીદીની માગ, શું કરાવવું છે જાણો

PC: ndtv.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એક વખત નામ બદલવાની માગ કરી છે. તેમણે કેન્દ્ર સરકારને આ સંબંધમાં ચિઠ્ઠી મોકલી છે. મમતા બેનર્જીએ નવું નામ સૂચવતા કહ્યું કે, પશ્ચિમ બંગાળને 'બાંગ્લા' કરી દેવું જોઈએ. તેમણે કહ્યું કે, જો બોમ્બેનું નામ મુંબઈ થઈ શકે છે અને ઉડિશાનું નામ ઓડિશા થઈ શકે છે તો પછી અમારી શું ભૂલ છે? કોલકાતામાં મમતા બેનર્જીએ કહ્યું કે, અમે રાજ્યની વિધાનસભાના આ સંબંધમાં પ્રસ્તાવ પાસ કર્યો હતો. અમે તેમની આગળ આખી વાત પણ રાખી દીધી હતી, પરંતુ લાંબા સમયથી માગ કર્યા બાદ પણ તેમણે આપણે રાજ્યનું નામ બાંગ્લા ન રાખ્યું.'

મમતા બેનર્જીએ નામ બદલવાના ફાયદા પણ ગણાવ્યા છે અને કહ્યું કે, એવું થયું તો આપણને ફાયદો થશે. આલ્ફાબેટિકલી આપણે થોડા ઉપર આવી જઈશું કેમ કે વેસ્ટ હતી જશે. તેનાથી કમ્પિટિશનની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ફાયદો થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો આપણાં રાજ્યનું નામ બાંગ્લા હોય તો આપણાં બાળકોને મદદ મળશે. આપણને મીટિંગમાં અંત સુધી રાહ જોવું નહીં પડે. હવે વેસ્ટની જરૂરિયાત પણ નથી કેમ કે એ ત્યારે હતું જ્યારે ઈસ્ટ પણ ભારતમાં હતું. હવે જ્યારે ઈસ્ટ બેંગાલ ભારતમાં છે તો વેસ્ટની કોઈ જરૂરિયાત નથી. હવે માત્ર એક જ બંગાળ છે. આપણે તેને બાંગ્લા કરવું જોઈએ.

તેમણ તેને લઈને પંજાબનું ઉદાહરણ પણ આપ્યું, મમતા બેનર્જીએ કહ્યું કે, પાકિસ્તામાં પણ પંજાબનું આમ એક પ્રાંત છે. જ્યારે ભારતમાં પહેલા જ છે. પાકિસ્તાનનો એક પ્રાંત પંજાબ છે. ભારતમાં પણ પંજાબ છે. જો બંગ્લાદેશ ઇન્ટરનેશનલ સ્તર પર બાંગ્લાદેશ હોય શકે છે તો પછી આપણે વેસ્ટ બેંગાલ રહેવાની શું જરૂરિયાત છે. આપણે બાંગ્લા હોવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વર્ષ 2011માં તૃણમૂલ કોંગ્રેસની સરકાર જ્યારે બની હતી તો તેણે રાજ્યનું નામ બદલીને પશ્ચિમ બંગ કે પશ્ચિમ બંગો કરવાની માગ રાખી હતી. પછી 5 વર્ષ બાદ મમતા સરકારે એક પ્રસ્તાવ પાસ કર્યો, જેમાં બંગો કે બાંગ્લા નામ રાખવાની માગ કરવામાં આવી.

એટલું જ નહીં મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યું કે, પત્રમાં ગંગા સાગર મેળાને રાષ્ટ્રીય મેળો જાહેર કરવાની પણ માગ કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, આ સંબંધમાં અમે પહેલા પણ માગ કરી હતી અને ફરી એક વખત કરી રહ્યા છીએ. આ વખત પણ અમે 250 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છીએ, અમને ખુશી છે કે કુંભ મેળાની રાષ્ટ્રીય ઓળખ છે, પરંતુ તે દર વર્ષે આયોજિત થતો નથી. ગંગાસાગર મેળો તો દર વર્ષે લાગે છે. તેમણે કહ્યું કે, દર વર્ષે લગભગ 1 કરોડ લોકો ગંગાસાગર આવે છે. પછી આપણે પાછળ કેવી રીતે છીએ. આ મેળાને પણ રાષ્ટ્રીય મહત્ત્વ મળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp