ઘરે કોઈ નથી આવ, પ્રેમિકાના ફોન પર પ્રેમી મળવા આવ્યો,લોકોએ બંનેના લગ્ન કરાવી દીધા

PC: aajtak.in

બિહારના જમુઈમાં એક અનોખા લગ્ન થયા છે, જેની ચર્ચા હવે દરેક જગ્યાએ થઈ રહી છે. યુવક અને યુવતી એક રોંગ નંબર પરથી ફોન કોલ દ્વારા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, ત્યારપછી તેઓ વાત કરવા લાગ્યા હતા.

વાતચીત બાદ બંને વચ્ચે મુલાકાતોનો સિલસિલો શરૂ થયો. ચાર વર્ષથી એકબીજાના પ્રેમમાં રહેલા બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગ્રામજનોએ સોમવારે લગ્ન કરાવી દીધા હતા, જ્યારે યુવક તેના ગામમાં પ્રેમિકાને મળવા આવ્યો હતો.

મામલો બરહટ પોલીસ સ્ટેશન વિસ્તારના જાવાતરી ગામનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પોતાની પ્રેમિકાને ઘરે એકલી જોઈને ત્યાર પછી પ્રેમી તેને મળવા માટે મોકામાથી જમુઈના જાવાતરી ગામ ગયો હતો. બંનેને રૂમમાં એકલા જોઈને ગ્રામજનોએ ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.

ઘરનો દરવાજો બહારથી બંધ જોઈને બંનેએ બંધ રૂમમાં જ લગ્ન કરી લીધા, ત્યારપછી આ સમાચાર ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. ઘરની બહાર ગામલોકોનું ટોળું એકઠું થઇ ગયું. ત્યાર પછી ગ્રામજનોએ રૂમને તાળું મારી દીધું હતું, જ્યાં બંને હાજર હતા. ગ્રામજનોએ પહેલા તેની સાથે વાત કરી અને પછી રૂમનું તાળું ખોલ્યું. ગામલોકોએ બધાની હાજરીમાં બંનેના ફરીથી લગ્ન કરાવ્યા.

પ્રેમીની ઓળખ મોકામાના રહેવાસી રામસેવક કુમાર તરીકે થઈ છે. ગર્લફ્રેન્ડની ઓળખ આરતી કુમારી તરીકે થઈ છે, જે જમુઈના બરહાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાવાતરીની રહેવાસી છે.

પ્રેમી રામસેવકે જણાવ્યું કે, બંને વચ્ચે ચાર વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. આ સમયગાળા દરમિયાન જમુઈ સ્ટેશન પર બંને વચ્ચે મુલાકાતોનો સિલસિલો ચાલુ રહ્યો. પ્રેમી રામસેવક કુમારના જણાવ્યા અનુસાર તેની પ્રેમિકા આરતી ચાર વર્ષ પહેલા ક્યાંક ફોન ડાયલ કરી રહી હતી અને અકસ્માતે ફોન તેની પાસે આવી ગયો હતો.

આ પછી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું. બંને વચ્ચેનો પ્રેમ સતત વધતો રહ્યો. રામસેવકે જણાવ્યું કે, જ્યારે પણ તેને નોકરીમાંથી રજા મળતી ત્યારે તે તેની ગર્લફ્રેન્ડને મળવા જમુઈ આવતો હતો. તેણે જણાવ્યું કે, ઘણી વખત આરતીની માતા પણ અમે મળતા એ દરમિયાન હાજર રહેતી હતી.

તેણે કહ્યું કે, સોમવારે તે પહેલાની જેમ તેની સાથે વાત કર્યા પછી, તેની પ્રેમિકાને મળવા માટે તેના ગામ પહોંચ્યો હતો, ત્યારપછી ગામના લોકોએ તેને રૂમમાં બંધ કરી દીધો હતો. યુવક રામસેવક માઈક્રો ICFL ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે.

ગર્લફ્રેન્ડ આરતીએ જણાવ્યું કે, તેમની વચ્ચે ચાર વર્ષથી પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું અને બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. લગ્ન પછી ગ્રામજનોએ પ્રેમી યુગલને આશીર્વાદ આપ્યા હતા.

યુવતીના પિતા શંકર દાસે જણાવ્યું કે, બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તેની તેને જાણ નહોતી. જોકે યુવતીની માતાને આ વાતની જાણ હતી. તેણે કહ્યું કે, હવે લગ્ન થઈ ગયા છે, બંને ખુશ રહે તેમાં જ તેની પણ ખુશી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp