ઝારખંડમાં આજ સુધી કોઈને બહુમતી નથી મળી, અત્યાર સુધી 4 પાર્ટી બે અંક પર પહોંચી

PC: x.com

24 વર્ષ જૂના આ રાજ્યએ અત્યાર સુધી 13 CM, ત્રણ વખત રાષ્ટ્રપતિ શાસન અને એક અપક્ષ ઉમેદવારને CMની ખુરશી પર બેઠેલા જોયા છે. રાજ્યનું નામ આવતાં જ મનમાં રાજકીય રીતે અસ્થિર રાજ્યનું ચિત્ર ઊભું થાય છે. પરંતુ આ અસ્થિરતા પાછળ શું છે? આ અસ્થિરતા પાછળ છે રાજ્યમાં સત્તાનું અંકગણિત, જેનો ઉપયોગ કરીને કોઈપણ રાજકીય પક્ષ બહુમત માટે જરૂરી 41ના જાદુઈ આંકડા સુધી પહોંચી શક્યો નથી. ચાર ચૂંટણીઓ પસાર થઈ ગઈ છે અને રાજ્ય તેના ભાગ્ય નિર્માતાની પસંદગી માટે પાંચમી વખત મતદાન કરવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ચૂંટણીના ભૂતકાળની પણ વાત કરવામાં આવી રહી છે. ઝારખંડનો ચૂંટણી ભૂતકાળ શું કહે છે?

ઝારખંડ વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યા 81 છે. 81 સભ્યોના આ ગૃહમાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો 41 બેઠકોનો છે. આ સંખ્યા ભલે નાની લાગે, પરંતુ ઝારખંડમાં ચૂંટણીની સીઝનમાં લડી રહેલા દરેક પક્ષો માટે આ આંકડો કોઈ ખૂબ ઊંચા પર્વતની ટોચથી ઓછો નથી. ઓછામાં ઓછી અત્યાર સુધી યોજાયેલી ચાર વિધાનસભાની ચૂંટણીઓમાં કોઈ પાર્ટી આ આંકડા સુધી પહોંચી શકી નથી. ઝારખંડ ચૂંટણી 2014માં, ભારતીય જનતા પાર્ટી (BJP)એ 37 વિધાનસભા બેઠકો જીતી હતી અને આ જ રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં કોઈપણ પક્ષનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

ઝારખંડની ચૂંટણીના ભૂતકાળ પર નજર કરીએ તો, અત્યાર સુધી રાજ્યમાં માત્ર એક જ ચૂંટણીમાં આવું બન્યું છે, જ્યારે ચાર પક્ષોએ 10 કે તેથી વધુ બેઠકો જીતી હતી. 2009ની વિધાનસભા ચૂંટણીમાં આવું બન્યું હતું, જ્યારે BJP અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) બંને પક્ષોએ 18-18 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારપછી કોંગ્રેસે પણ 14 બેઠકો જીતી અને ઝારખંડ વિકાસ મોરચા (JVM)એ 11 બેઠકો જીતી. 2009ની વિધાનસભાની ચૂંટણી પહેલા કે પછી, એવું ક્યારેય બન્યું નથી કે, જ્યારે ત્રણથી વધુ પક્ષોની બેઠકો બે આંકડામાં પહોંચી હોય.

ઝારખંડમાં બે ચૂંટણી એવી પણ રહી હતી કે, જ્યારે રાજકીય પક્ષો 30ના ચક્કરમાં ફસાયા હતા. 2005ની ઝારખંડ ચૂંટણીમાં BJP સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, પરંતુ તેની બેઠકો 30 હતી. 2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ ઈતિહાસનું પુનરાવર્તન થયું હતું અને 2020ની ઝારખંડ ચૂંટણીમાં પણ JMM સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો અને તેની સીટો માત્ર 30 રહી. 2005માં, JMM 17 બેઠકો જીતીને બીજા સ્થાને હતું અને ત્રીજી પાર્ટી કોંગ્રેસ નવ બેઠકો સાથે સિંગલ ડિજિટ પર હતી. 2020ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ત્રીજા નંબરે રહી હતી, પરંતુ આ વખતે સીટો 16 હતી.

ઝારખંડની આ ચૂંટણીમાં જૂનો ટ્રેન્ડ જોઈને દરેક પક્ષો સતર્ક છે અને તે જ મુજબની રણનીતિ બનાવી, અને અલગ-અલગ પક્ષો અને નાના પક્ષોને સાથે લઈને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. BJPએ સુદેશ મહતોની આગેવાની હેઠળના ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) તેમજ CM નીતિશ કુમારના નેતૃત્વવાળા જનતા દળ (યુનાઈટેડ) અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) સાથે ગઠબંધન કર્યું છે.

જ્યારે, કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને ડાબેરી પક્ષો સત્તારૂઢ JMM સાથે છે. બંને મુખ્ય પક્ષો BJP અને JMM, ચૂંટણી પછી સરકારની રચનાની કવાયતમાં જોડ-તોડના ચક્કરમાં ન ફસાય તે માટે સાવચેત રહીને, ચૂંટણી પહેલા નાના નાના વોટ બેંકોને નિશાન બનાવીને ગઠબંધન કર્યું. હવે ચૂંટણી પરિણામની 23મી નવેમ્બરની તારીખ જ કહેશે કે, આ ગઠબંધનનું ગણિત કોના માટે કેટલું સાનુકૂળ સાબિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp