'કોઈના બાપની હિંમત નથી કે અમારી સંપત્તિ પર કબજો કરે'; તૌકીર રઝાનો લવારો
પોતાના ભડકાઉ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલા ઈસ્લામિક ધાર્મિક નેતા તૌકીર રઝા ખાને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રવિવારે મુસ્લિમોને એક થઈને દિલ્હીને ઘેરવાની અપીલ કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, અમારી સંપત્તિ પર કબજો કરવાનો કોઈના બાપની હિમ્મત નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુસ્લિમ ધાર્મિક નેતા અને ઇત્તેહાદ-એ-મિલ્લત (IMC)ના વડા તૌકીર રઝાએ કહ્યું કે, જો આપણી વાત મનાવવી હોય તો તમામ મુસ્લિમોએ એક થઈને દિલ્હીને ઘેરી લેવું જોઈએ. તૌકીર રઝાએ ફરી એકવાર ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું અને કહ્યું કે, કોઈના બાપની હિમ્મત નથી કે, અમારી સંપત્તિ પર કબજો કરી લે.
તેમણે કહ્યું કે, અમે પહેલા ત્રિરંગો લાવીશું, જો તેઓ સહમત નહીં થાય તો પછી જે પણ થશે તેની જવાબદારી તેમની રહેશે. તમે અમારી સંખ્યાઓને કેમ છુપાવો છો, જે દિવસે અમે રસ્તા પર ઉતરીશું તો, તમે આખા ધ્રુજી જશો. અમારા યુવાનો ડરપોક નથી. અમે અમારા યુવાનોને કાબૂમાં રાખ્યા છે, જે દિવસે તેઓ નિયંત્રણમાંથી બહાર થઈ જશે, તેમને રોકવાનું તમારા હાથમાં નથી. જો કંઈ થશે તો તેની જવાબદારી તેમની રહેશે.
તૌકીર રઝાએ કહ્યું, 'સરકાર હંમેશા બેઈમાન રહી છે પરંતુ આજની સરકાર સૌથી વધુ બેઈમાન છે. તમે અમારા પર નજર રાખો છો, પણ તમારા જ મંદિરોમાં પ્રસાદ તરીકે ચડાવવામાં આવતી ગાયની ચરબી તરફ જોતા નથી.'
મૌલાનાએ કહ્યું કે, સંસદનું સત્ર શરૂ થવાનું છે, જો તમારે તમારી તાકાત બતાવવી હોય તો, આ અંગે કાયદો બનાવવો પડશે. જો તમારે તમારી વાત મનાવવી હોય તો તમારે દિલ્હી આવવું પડશે. તૌકીર રઝાએ કહ્યું કે, તેઓ એ વાતથી ખૂબ જ નારાજ છે કે, અલ્લાહને અપશબ્દો કહેવાય રહ્યા છે. સરકાર બેઈમાન છે, જે કુરાન અને અલ્લાહનું અપમાન કરે છે, જો તમને આનાથી દુઃખ થાય છે અને તમે પ્રમાણિક છો તો હું તમને દિલ્હી આવવા વિનંતી કરું છું.
તૌકીર રઝાએ કોર્ટના નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા અને ICJ સુધી જવાની ધમકી આપી દીધી. તેમણે કહ્યું, 'તમે બુલડોઝરનો ઉપયોગ કરો છો, તે દેશની ઇમારતોને તોડી રહ્યો છે, દેશનો દુશ્મન છે. અમે ICJમાં જઈને અપીલ કરીશું. ભારતીય મુસ્લિમો પર અત્યાચારો થઈ રહ્યા છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp