આ જિલ્લાની શાળામાં ફરમાન- ક્લાસમાં બુટ-ચપ્પલ ન પહેરો...જીન્સ કે ટી-શર્ટ પણ નહીં
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. હવે બાળકો અને ટીચર ક્લાસરૂમમાં બુટ-ચપ્પલ પહેરીને નહીં જઇ શકે કેમ કે દરેક શાળા વિદ્યાનું મંદિર છે. શિક્ષકોના ડ્રેસ કોડને લઈને પણ નિયમ બનાવવામાં આવ્યા છે. હવે એ માત્ર પારંપરિક ભારતીય પોશાક જ પહેરશે. નો જીન્સ કે ટી-શર્ટ. કહેવામાં આવ્યું છે કે બાળકો હવે શિક્ષકોને સર મેડમ કહીને નહીં બોલાવી શકે. શું કહીને બોલાવવાનું છે એ પણ કહેવામાં આવ્યું છે. બેઝિક શિક્ષણ અધિકારી અલ્કા શર્માએ સંભલ જિલ્લાની બધી પ્રાથમિક શાળાઓ માટે નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. સંબંધિત લેટર બધા 8 ખંડ શિક્ષણ અધિકારીઓને 10 જુલાઈએ મોકલવામાં આવ્યો હતો.
શું શું નિયમ છે:
દરેક શાળા વિદ્યાનું મંદિર છે. ચપ્પલ અને બુટ પહેરીને ક્લાસમાં એન્ટ્રી કરવાથી ધૂળ અંદર આવે છે. ખાસ કરીને જ્યારે બાળકો ગામમાંથી આવે છે. શિક્ષક, બાળકો કે કોઈ પણ કર્મચારીને બુટ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશ કરવાની મંજૂરી નથી. ભારતીય સંસ્કૃતિ મુજબ, મહિલા શિક્ષકોને દીદી કે બહનજી અને પુરુષોને ગુરુજી કહીને સંબોધિત કરવું પડશે. શાળા પરિસરમાં બધાને નમસ્તે અને જય હિંદનો ઉપયોગ કરીને અભિવાદન કરવું પડશે. નિરીક્ષણ દરમિયાન કોઈ અધિકારી હેડ મસ્ટરની ખુરશી પર નહીં બેસી શકે.
શાળાના સ્ટાફને જીન્સ અને ટી-શર્ટ નહીં, પરંતુ પારંપરિક ભારતીય પોશાક પહેરવો પડશે. તેમના શર્ટના ટોપ બટન ખુલ્લા ન રહેવા જોઈએ. શાળા પરિસરમાં તંબાકુ ઉત્પાદકો અને પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. નિરીક્ષણ દરમિયાન એવું કંઈક મળ્યું તો સંબંધિત વ્યક્તિ પર દંડ લગાવવામાં આવશે. ફરી થયું તો વિભાગીય અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શાળાના સમયે શિક્ષક મોબાઈલનો ઉપયોગ નહીં કરે. અનિવાર્ય સંજોગો કે વિભાગીય ઉચ્ચ અધિકારીઓના જ ફોન રીસિવ કરશે.
મીડિયા રિપોર્ટ મુજબ, બેઝિક શિક્ષણ અધિકારી અલ્કા શર્માએ કહ્યું કે, આ નિયમ પ્રાથમિક શાળામાં સ્વચ્છતા બનાવી રાખવા અને બાળકો વચ્ચે ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા બનાવવામાં આવ્યા છે. તેનાથી શાળામાં સારો માહોલ બનશે. ઉલ્લેખનીય છે કે 10 જુલાઈએ જ સંભલ માટે એક શાળામાં DM રાજેન્દ્ર પેન્સિયાએ નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન ખબર પડી કે એક શિક્ષકે ડ્યૂટી દરમિયાન બાળકોને ભણાવવાની જગ્યાએ અઢી કલાક ફોન ચલાવીને ટાઇમ પાસ કર્યો. DMએ શિક્ષકના ફોનની હિસ્ટ્રી ચેક કરી તો શિક્ષકે ફોનમાં ગેમ રમી હતી. વાત કરી હતી અને ફેસબુક ચલાવ્યું હતું. ત્યારબાદ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp