એવું ન કરતા અમારે રસ્તા પર ઉતરવું પડે, મુસ્લિમ સમાજે કેમ ગુસ્સે ભરાયો?

PC: zeenews.india.com

મધ્યપ્રદેશમાં તાજેતરમાં શરૂ થયેલો લાઉડસ્પીકર વિવાદ હજુ પણ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે ખંડવા શહેરના કાઝીએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે અને કહ્યું છે કે અમે બધા કાયદાનું પાલન કરનારા લોકો છીએ. અમારી વિનંતી છે કે તમે અમારી સાથે એવો વ્યવહાર ન કરો કે અમને રસ્તા પર ઉતરવાની ફરજ પડે.

ખંડવામાં, લાઉડસ્પીકરના અવાજને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં તમામ ધર્મના વડાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તંત્ર સામે શહેર કાઝીનો રોષ જોવા મળ્યો હતો.

કાઝી સૈયદ નિસાર અલીએ જણાવ્યું હતું કે ખંડવાના તમામ લોકોએ જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને પોતપોતાના ઇબાદતગાહ અને મસ્જિદોમાંથી તમામ સાઉન્ડ સિસ્ટમ હટાવી દીધી છે. માત્ર એક સિસ્ટમ બાકી હતી.

તંત્રએ તે સમયે કહ્યું હતું કે તેઓ દરેકને પરવાનગી આપશે, તમે પરવાનગી માગો. બધાએ પરવાનગી માટે અરજી પણ કરી. આજે તત્ર અમને કહી રહ્યું છે કે મસ્જિદ, મંદિરસ ગુરુદ્રારોમાંથી બધી સાઉડ સીસ્ટમ ઉતારી લેવી પડશે.

આ સમય દરમિયાન જિલ્લા તંત્રએ અમને ખરગોન અને બરવાનીનો હવાલો આપ્યો હતો. તમે અમને ઈન્દોરનો સંદર્ભ આપો. ત્યાં એક પણ સાઉન્ડ સિસ્ટમ દૂર કરવામાં આવી નથી. આપણે બધા ધાર્મિક લોકો છીએ. આ નાસ્તિકોનો દેશ નથી. આ ધર્મમાં માનનારા લોકોનો દેશ છે. આ દેશ ધર્મ અને કાયદાના આધારે ચાલશે.

કાઝી સૈયદ નિસાર અલીએ જણાવ્યું હતું કે, તમે સાઉન્ડ ચેકિંગ ડિવાઈસ પ્રમાણે સાઉન્ડ ચેક કર્યા બાદ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાવો. જો તમે તમામ ધાર્મિક સ્થળો પરથી સાઉન્ડ સિસ્ટમ સંપૂર્ણપણે હટાવી દો તો તે ચાલશે નહીં.ગમે તેવો આદેશ હોય, ઘણા લોકો તેનું પાલન કરશે. પરંતુ તમે ધર્મસ્થાનમાંથી અઝાન, કીર્તન અને ભજનના અવાજને બંધ કરીને નાસ્તિકતાનો પુરાવો આપો છો તે બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.

મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી ડો. મોહન યાદવે સત્તા મળતાની સાથે કેટલાંક મહત્ત્વના નિર્ણયો તાબડતોબ લીધા હતા, દેમાં 13 ડિસેમ્બરે તેમણે નિર્ણય લીધો હતો કે ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ ગેરકાયદેસર અને નિર્ધારિત મર્યાદાથી વધું લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ બેઠકમાં તપાસ માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી હતી અને સક્ષમ અધિકારી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp