આરોપ લગાવનાર દરેક યુટ્યૂરને જેલમાં નાંખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

PC: indiatoday.in

3 વર્ષ પહેલાંના એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જે યુટયૂબરના જામીન મદ્રાસ હાઇકોર્ટે ફગાવી દેતા હતા તેના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કરી દીધા છે અને સાથે ટીપ્પણી પણ કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર આરોપ લગાવનાર દરેકને જેલમાં નાંખી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, જો આપણે ચૂંટણી પહેલા દરેક યુટ્યૂબરને જેલમાં ધકેલી દઇશું તો કલ્પના કરો કે કેટલાં લોકો જેલમાં હશે?

2021માં તમિલનાડુના યુટ્યૂબર સત્તઇ દુરઉમુરગન પર તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે,સ્ટાલિન વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણીનો આરોપ હતો અને સત્તઇને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. સત્તઇએ જ્યારે મદ્રાસ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી તો હાઇકોર્ટે તેને જામીન આપ્યા નહોતા. સત્તઇએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેને જામીન આપી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp