લગ્ન માટે કન્યા ન મળી, પુરુષે મેટ્રિમોની સાઇટ પર કેસ કર્યો, વળતર તરીકે આ રકમ મળી
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી મેટ્રિમોનિયલ સાઇટ્સ ઉપલબ્ધ છે. જેના દ્વારા લોકો લગ્ન માટે પોતાના માટે યોગ્ય અને વ્યવસ્થિત જીવનસાથીની શોધ કરે છે. ઘણી વખત કોઈને સારો કે સારી જીવનસાથી મળી જાય છે, તો વળી ક્યાંક આ સાઇટ પર છેતરપિંડી કરનારાઓની કોઈ કમી નથી અને તેથી કોઈ છેતરાઈ પણ જાય છે. આવો જ એક કિસ્સો કેરળના એર્નાકુલમ જિલ્લામાંથી સામે આવ્યો છે.
કેરળના એર્નાકુલમ જિલ્લામાં, એક વ્યક્તિએ લગ્નની સાઇટ પર જ કેસ દાખલ કરી દીધો, કારણ કે તેને લગ્ન માટે યોગ્ય કન્યા ન મળી. હવે તે આ કેસ જીતી ગયો છે. તેને વળતર તરીકે 25 હજાર રૂપિયાની રકમ મળી છે. આ નિર્ણય ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમ (DCDRC) દ્વારા આપવામાં આવ્યો છે. આ સાથે, સાઇટને વ્યક્તિએ કરેલા કેસનો કાયદાકીય ખર્ચ પણ ચૂકવવો પડશે. મીડિયા અહેવાલો અનુસાર, વ્યક્તિએ આરોપ મૂક્યો હતો કે લગ્નની સાઇટ તેની કન્યા શોધવાની પ્રતિબદ્ધતા પૂરી કરી શકી નથી.
ડિસ્ટ્રિક્ટ ફોરમના પ્રમુખ D.B. બિનુ અને અન્ય સભ્યો રામચંદ્રન V અને શ્રીવિદ્યા TNએ 15 મેના રોજ આદેશ પસાર કર્યો હતો કે, કેરળ મેટ્રિમોની તરફથી સેવામાં ઉણપ હતી. બાર અને બેંચના જણાવ્યા અનુસાર, ફોરમે કહ્યું કે ફરિયાદી મેટ્રિમોનિયલ વેબસાઇટના ઘણા 'પીડિતો' પૈકીનો એક હતો અને ફરિયાદીએ તેના કેસને મજબૂત કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા લોકોનો અભિપ્રાય પણ એકત્રિત કર્યો હતો.
ફોરમે કહ્યું, 'વિરોધી પક્ષે જીવન સાથી શોધનારાઓનું ધ્યાન આકર્ષિત કરવા આકર્ષક વચનો આપ્યા અને તેમને જરૂરી સેવાઓ પૂરી પાડી ન હતી. તેણે ફરિયાદીને વચન આપેલી સેવાઓ પૂરી પાડી છે તે સાબિત કરવા માટે તેણે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ફરિયાદીએ પોતાની દલીલ સાબિત કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા લોકોના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા. તેથી, તે તારણ કાઢી શકાય છે કે, ફરિયાદી વિરોધ પક્ષના ઘણા પીડિતોમાંથી એક છે.'
આ ફરિયાદ મે 2019માં ચેરથલાના વતની કે જે ફરિયાદી છે તેના દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેણે ગ્રાહક ફોરમને જણાવ્યું કે, તેણે 2018માં કેરળ મેટ્રિમોની વેબસાઇટ પર પોતાનો બાયોડેટા રજીસ્ટર કરાવ્યો હતો. ત્યાર પછી, કેરળ મેટ્રિમોનીના પ્રતિનિધિઓએ તેના ઘરે અને ઓફિસમાં તેનો સંપર્ક કર્યો હતો. તેને લગ્ન માટે છોકરી શોધવાના બદલામાં ત્રણ મહિનાની મેમ્બરશિપ માટે રૂપિયા 4100 ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp