મહિલા સાથેના અશ્લીલ વીડિયોના આરોપ પર સાંસદે કહ્યું, આ હું નથી, આ વીડિયો નકલી છે

PC: ndtv.com

આંધ્રપ્રદેશમાં એક સાંસદનો કથિત વાંધાજનક વીડિયોએ રાજકીય વર્તુળોમાં હોબાળો મચાવી દીધો છે. જોકે, આ વીડિયોને નકલી ગણાવતા સાંસદે માનહાનિનો કેસ કરવાની ધમકી આપી છે. તમને જણાવી દઈએ કે વીડિયોમાં એક પુરુષ મહિલા સાથે વીડિયો કોલ દ્વારા અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ શર્ટ વગર ફરી રહ્યો છે અને બાદમાં વીડિયો કૉલ પર એક મહિલાને તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવી રહ્યો છે. જો કે, સાંસદનો દાવો છે કે જિમમાં શર્ટલેસ વર્કઆઉટ કરતો તેમનો વીડિયો અશ્લીલ વીડિયોમાં કન્વર્ટ કરી દેવાયો છે.

YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ ગોરંતલા માધવે વીડિયોને નકલી ગણાવતા માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી છે. માધવે કહ્યું કે નકલી વીડિયો વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટી અથવા ટીડીપીમાં તેમના પ્રતિદ્વંદ્વિયો દ્વારા એક રાજકીય કાવતરાનું પરિણામ છે.

આંધ્રપ્રદેશના સાંસદે કહ્યું કે પહેલા જ તેમણે પોલીસ અને સાયબર ક્રાઈમ યુનિટમાં ફરિયાદ નોંધાવી ચુક્યા છે. રાજકારણમાં આવતા પહેલા માધવ પોતે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. માધવે કથિત રીતે કહ્યું કે તેમને એ કારણથી નિશાન બનાવવામાં આવ્યા કે તેઓ એક પછાત જાતિથી છે અને સખત મહેનતથી પોતાના માર્ગ પર આગળ વધ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉચ્ચ જાતિથી જોડાયેલા "યલો મીડિયા" તેમને નિશાન બનાવી રહ્યા છે, જો જરૂર પડશે તો તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp