સ્માર્ટ નથી, મુસીબત છે, પૂરો પગાર બિલમાં ગયો...સ્માર્ટ મીટરના નામથી લોકો ભડક્યા

PC: hindi.news18.com

બિહારમાં વીજળી સિસ્ટમને સ્માર્ટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. તેમાંથી એક છે 'સ્માર્ટ મીટર'. સ્માર્ટ મીટરનો વિચાર એ છે કે, ગ્રાહકો પહેલા વીજળી માટે ચૂકવણી કરે અને પછી તેનો ઉપયોગ કરે. સરકાર દ્વારા તેને ક્રાંતિકારી પગલા તરીકે પ્રમોટ કરવામાં આવી હતી, પરંતુ પટનાના લોકોમાં તેનો વિરોધ વધી રહ્યો છે. 'સ્માર્ટ મીટર'નું નામ સાંભળતા જ લોકો ગુસ્સે થઈ જાય છે. લોકો કહે છે, 'તમારું સ્માર્ટ મીટર તમારા ઘરમાં રાખો, અમને અમારું જૂનું મીટર જ ગમે છે.'

વીજળી સંબંધિત કામ સાથે સંકળાયેલા નાના વેપારીઓ, જેમ કે મુકેશ, જે કપડાંને ઇસ્ત્રી કરે છે, કહે છે કે, સ્માર્ટ મીટરની તેમની કમાણી પર નકારાત્મક અસર પડી છે. તે કહે છે, 'પહેલાં મારું કામ સારું ચાલતું હતું, પણ હવે ફક્ત એક અઠવાડિયામાં જ હું માત્ર મીટર રિચાર્જ માટે 1100 થી 1500 રૂપિયા ખર્ચું છું. જે પણ કમાણી થાય છે તે મીટર રિચાર્જ કરવામાં ચાલી જાય છે.' મુકેશના પિતા પણ આ સમસ્યાની સ્પષ્ટતા કરતા કહે છે કે, 'જો રિચાર્જ અડધી રાત્રે પુરી થઈ જાય તો વીજળી કપાઈ જાય છે અને રાત્રે કોઈ રિચાર્જ કરાવવા કેવી રીતે જશે?'

રાહુલ નામના ગ્રાહકે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, તેણે રિચાર્જ કર્યું અને પછી થોડા દિવસો માટે બહાર ગયો. જ્યારે હું પાછો ફર્યો, ત્યારે મને જણાયું કે, મીટરમાંથી પૈસા વાપર્યા વિના કાપી લેવામાં આવ્યા હતા. હવે તેઓ તેમના બિલની સમસ્યાના નિરાકરણ માટે કચેરીના ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ કોઈ સુનાવણી થઈ રહી નથી. ઘણી વખત રિચાર્જ કર્યા પછી કલાકો સુધી રાહ જોવી પડે છે ત્યારે જ વીજળી પાછી આવે છે.

અન્ય એક ગ્રાહક રવિદાસ સહની કહે છે કે, પહેલા 400 થી 500 રૂપિયાનું બિલ આવતું હતું, જેનાથી આખો મહિનો સરળતાથી પસાર થઈ શકતો હતો. પરંતુ હવે 2000 રૂપિયાનું રિચાર્જ પણ ઓછું પડી રહ્યું છે. તે સવાલ ઉઠાવે છે કે સામાન્ય માણસ દર મહિને આટલી મોટી રકમ કેવી રીતે ખર્ચશે?

પોતાની ચિંતા વ્યક્ત કરતાં, એક ગૃહિણીએ કહ્યું, 'આ સ્માર્ટ મીટર સૌથી નકામું છે. ક્યારે પણ પાવર કટ થઇ જાય છે અને ખબર નથી પડતી કે તે પૈસા ખતમ થવાને કારણે છે કે અન્ય કોઈ કારણથી. બસ, મુશ્કેલી જ મુશ્કેલી છે.'

આમ, સ્માર્ટ મીટર યોજના સાથે જોડાયેલા અનેક ગ્રાહકો લાચારી અનુભવી રહ્યા છે. આ પગલું લોકો માટે રાહતના બદલે નવા માથાનો દુખાવો બની રહ્યું છે. જ્યાં એક તરફ સરકાર તેને આધુનિક અને સુવિધાજનક સિસ્ટમ તરીકે જુએ છે, તો બીજી તરફ ગ્રાહકો તેને તેમના જીવનમાં વધારાના બોજ તરીકે માની રહ્યા છે. સ્માર્ટ મીટરને અસરકારક બનાવવા માટે, ગ્રાહકોની સમસ્યાઓને સમજવી અને તેનો ઉકેલ શોધવો મહત્વપૂર્ણ છે. નહિંતર, આ 'સ્માર્ટ' યોજના માત્ર કાગળ પર જ સ્માર્ટ સાબિત થશે, જ્યારે વાસ્તવિકતા કંઇક અલગ જ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp