રાજ્યસભામાં ઘટી BJPની તાકત, પણ ગૂડ ન્યૂઝ પણ મળશે, એક સાથે 8 સીટો...
રાજ્યસભ્યમાંથી 4 નિમિનેટ સભ્ય શનિવારે રિટાયર થયા. આ બધા સભ્ય ભાજપના કોટાથી હતા અને તેમના સદનમાંથી વિદાઇથી તેમની સંખ્યા 86 જ રહી ગઇ છે. NDAને મળીને જોઇએ તો એ સંખ્યા 101 છે. જો કે, ભાજપને આશા છે કે આગામી દિવસોમાં તેમની સંખ્યામાં વધારો થશે. હાલમાં રાજ્યસભામાં 19 સીટો ખાલી છે અને હાલના સભ્યોની સંખ્યા 226 છે. 19 સીટોમાંથી 4 સીટો જમ્મુ-કાશ્મીરની છે. જ્યાં વિધાનસભાની ચૂંટણી થયા બાદ જ રાજ્યસભાની ચૂંટણી થશે.
એ સિવાય 4 સીટો નોમિનેટ સભ્યોની ખાલી છે. તો 11 રાજ્યસભા સીટો પર ચૂંટણી થવાની છે જે મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, હરિયાણા, મધ્ય પ્રદેશ, ત્રિપુરા અને આસામ જેવા રાજ્યોની છે. હાલના સમીકરણો મુજબ આ 11 સીટોમાંથી 8 પર NDA સફળતાથી જીત હાંસલ કરી શકે છે. આ પ્રકારે કુલ સંખ્યા 86 સુધી પહોંચી જશે. આ 11માંથી 10 રાજ્યસભા સીટો ગયા મહિને જ ખાલી થઇ છે કેમ કે ઘણા સભ્યોએ લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા બાદ ઉચ્ચ સદનમાંથી રાજીનામું આપી દીધું હતું.
તેમાં પિયુષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ જેવા નેતા પર સામેલ છે. એ સિવાય 1 સીટ BRSના રાજ્યસભા સાંસદ રહેલા કે. કેશવ રાવના રાજીનામાંથી ખાલી થઇ છે. તેઓ હવે કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. એ સિવાય આગામી મહિનાઓમાં NDAને 8 સીટો પર જીત મળવાની સંભાવના છે. તો 3 સીટો વિપક્ષી INDIAને મળી શકે છે. કોંગ્રેસને આશા છે કે તેની સંખ્યા પણ તેલંગાણામાં જીતના કારણે 27 સુધી પહોંચી જશે.
આ આંકડો વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે 25 થી 2 સીટ વધુ હશે. ઉલ્લેખનીય છે કે NDA પાસે ભલે પોતાના દમ પર બહુમત નથી, પરંતુ રાજ્યસભામાં YSR કોંગ્રેસ, BJD, AIDMK જેવી પાર્ટીઓના સમર્થનથી તે જરૂરી બિલ પાસ કરાવતી રહી છે. શનિવારે નોમિનેટ સંસદ રાકેશ સિંહા, રામ શકલ, સોનલ માનસિંહ અને મહેશ જેઠામલાનીના કાર્યકાળ સમાપ્ત થઇ ગયો.
આ લોકોએ સંસદ સભ્ય બન્યા બાદ ભાજપની સભ્યતા લઇ લીધી હતી. રાષ્ટ્રપતિ તરફથી કુલ 12 સાંસદોને નોમિનેટ કરી શકાય છે. આ સાંસદોમાંથી 5 ભાજપના સભ્ય થઇ ગયા હતા, જ્યારે 7 સાંસદ કોઇ પણ પાર્ટીના સભ્ય નહીં હોય. જો કે, આ સાંસદ બિલ પાસ થવાના અવસર પર ભાજપના નેતૃત્વવાળા NDAનું જ સમર્થન કરે છે. ભાજપ સાથે જોડાયેલા વધુ એક નોમિનેટ સભ્ય ગુલામ અલી છે. તેઓ સપ્ટેમ્બર 2028માં રિટાયર થવાના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp