હવે ફ્લાઇટનો ખર્ચ બચશે, આ શહેરથી દુબઈ સુધી ચાલશે ક્રુઝ, તમને મળશે અનેક સુવિધાઓ

PC: daijiworld-com.translate.goog

તમે આજ સુધી ફ્લાઇટ દ્વારા વિદેશ પ્રવાસ કર્યો હોવો જોઈએ, ક્યારેક તમે પ્લેન દ્વારા થાઈલેન્ડ ગયા હશો, તો ક્યારેક તમે બાલી હનીમૂન માટે ફ્લાઈટનો વિકલ્પ પસંદ કર્યો હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ભારતમાંથી પણ એક ક્રુઝ સર્વિસ શરૂ કરવામાં આવશે, જેની મદદથી તમે વિદેશ પણ જઈ શકશો. હા, ટૂંક સમયમાં કેરળથી લોકો ક્રુઝમાં બેસીને દુબઈ અને દુબઈથી કેરળ આવન-જાવન કરી શકશે. અહીં તમને જણાવી દઈએ કે, પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બેયપોર (કોઝિકોડ)-કોચી-દુબઈ ક્રુઝ શિપ સેવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. ખરાબ હવામાન દરમિયાન સ્થળાંતર કરનારાઓ અને પ્રવાસીઓને ચૂકવવા પડતા ઊંચા ભાવને કારણે આવા માર્ગની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. આવો અમે તમને આ ક્રૂઝ સર્વિસ વિશે વધુ જણાવી દઈએ.

કોઝિકોડના બેયપુરથી દુબઈ વાયા કોચીનો રૂટ 4000 કિલોમીટરનો છે, જે એક આરામદાયક મુસાફરી છે. આમાં, તમને હવાઈનું એક તૃતીયાંશ ભાડું લાગશે અને સમુદ્ર અને તેના સુંદર દૃશ્યોનો આનંદ પણ માણી શકશો. અહેવાલો અનુસાર, સંસદના પ્રશ્ન-જવાબ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આ માર્ગને મંજૂરી આપી દેવામાં આવી હતી.

મુસાફરોને સામાનની ત્રણ ગણી રકમ, એટલે કે 200 કિલો સુધી, માત્ર એક તૃતીયાંશ કિંમતે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે, જે વન-વે ટિકિટ માટે આશરે રૂ. 10,000 (Dh442)- 15,000 (Dh663) છે. આ સેવા કાર્ગો કંપનીઓના સહયોગથી શરૂ થશે અને જહાજ 1,250 લોકોને સમાવી શકશે.

ઇન્ડિયન એસોસિયેશન શારજાહના પ્રેસિડેન્ટ Y.A. રહીમના જણાવ્યા અનુસાર, જહાજને કેરળ પહોંચવામાં લગભગ ત્રણ દિવસ લાગશે. રિપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં સ્કૂલની રજાઓ પહેલા આ સર્વિસ શરૂ કરવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એકવાર મંજૂરી મળ્યા પછી, જહાજ કેરળના બે શહેરોની મુલાકાત લેશે- કોચ્ચી અને બેયપોર.

દિલ્હીથી દુબઈની ફ્લાઈટનો ખર્ચ 12 થી 15 હજાર રૂપિયાની વચ્ચે રહે છે અને જો પીક સીઝનની વાત કરીએ તો અહીંથી દુબઈનું ભાડું તે દરમિયાન 20 હજાર રૂપિયા સુધી પણ પહોંચી જાય છે. ઇકોનોમી ક્લાસના ભાડા થોડા ઓછા હોવા છતાં, તો પણ તમારા પગારનો અડધો જેટલો ભાગ ફ્લાઇટ ખર્ચમાં જઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp