હવે સોનાના માસ્ક ચલણમાં, સ્ત્રીયોના ઘરેણાનો એક ભાગ બની જાય તો નવાઇ નહીં

PC: aajtak.in

કોરોના મહામારીએ આપણી આજુ-બાજુની અનેક વસ્તુઓને પૂરી રીતે બદલી નાંખી છે. થોડા વર્ષો અગાઉ ક્યારેક-ક્યારેક ઉપયોગમાં લેવાતું માસ્ક, હવે દિનચર્યાનો ભાગ બની ગયું છે. તેની સાથે જ માસ્ક ઉપર પણ બજારમાં અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તેમાં હાલમાં સોનાથી બનેલા માસ્કનું નામ સામેલ થયું છે, જેને પટનાના એક જ્વેલરી એગ્ઝિબિશનમાં મૂકવામાં આવ્યું હતું. 

પટનાના જ્ઞાન ભવનમાં યોજાયેલા જ્વેલરી એગ્ઝિબિશનમાં સોનાનું માસ્ક દેખાયા બાદથી જ ચર્ચાનો વિષય બન્યું હતું. એગ્ઝિબિશનમાં અન્ય ઘરેણાં પણ ખૂબ જ સુંદર હતા પણ મોડલોએ જ્યારે સોનાનું માસ્ક પહેરીને પ્રદર્શન કર્યું તો લોકો વાહ-વાહ કહેવાથી પોતાને રોકી ન શક્યા.

જ્વેલરીની દુનિયાના એક્સપર્ટ માને છે કે આગામી દિવસોમાં સોનાના માસ્કની ડિમાન્ડમાં અનન્ય વધારો થશે. તેમનું કહેવું છે કે શરીર પર પહેરેલા અન્ય ઘરેણાંની તુલનામાં આ ‘સોનાનું માસ્ક’ સૌથી વધુ ટ્રેન્ડી અને ચહેરા પર વિઝિબલ છે. 22 કેરેટ સોનાથી બનેલું આ માસ્ક પેરાશૂટના થ્રેડ અને મોતીઓના થ્રેડને મિક્સ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ માસ્કનું વજન 25 ગ્રામ અને કિંમત 75 હજાર રૂપિયાથી શરૂઆત થાય છે.

સોનાના આ માસ્કને તૈયાર કરનાર કંપની S.L.Goldના જયંત સોનીએ કહ્યું હતું કે, આ માસ્ક પૂરી રીતે હેન્ડમેડ છે અને આ ચહેરા પર ખૂબ જ સારું પણ લાગે છે. કોરોના મહામારીના સમયમાં રજૂ કરવામાં આવેલા આ ગોલ્ડ માસ્કને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ અગાઉ પણ ‘સોનાનું માસ્ક’ ચંડીગઢમાં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં તેની બુકિંગ થઇ હતી. લોકો માસ્કને ઇન્વેસ્ટમેન્ટ તરીકે ખરીદી કરી રહ્યા છે. તો અનેક લોકો દુલ્હનોના ચહેરાને ન્યૂ લૂક આપવા માટે પણ ખરીદી રહ્યા છે. સોનાના માસ્કને જાળવાળું બનાવવામાં આવ્યું છે, જેથી પહેરનાર વ્યક્તિના ચહેરા પર સુંદર દેખાવાની સાથે તેને શ્વાસ લેવામાં પણ સમસ્યા ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp