કાચબાઓને બચાવવા માટે માછલી પકડવા પર પ્રતિબંધ, આ રાજ્યના નિર્ણયની થઈ રહી છે ચર્ચા

PC: indianexpress.com

ઓરિસ્સા સરકારે કેન્દ્રપાડામાં માછલી પકડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઓરિસ્સા સરકારે ‘ઓઇલ રિડલે’ કાચબાઓના સંરક્ષણને લઈને બુધવારથી કેન્દ્રપાડામાં તટથી 20 કિલોમીટર અંદર માછલી પકડવાની ગતિવિધિ માટે 7 મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રપાડાના કિનારે ઓલિવ રિડલે કાચબા આશ્રય બનાવવા અને ઈંડા આપવા આવે છે. વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, અધિસૂચિત ક્ષેત્રોમાં ધમારા, દેવી અને રુશિકુલ્યા નદીઓના મુખની આસપાસના સમુદ્રી ક્ષેત્ર સામેલ છે.

એમ એટલે કરવામાં આવ્યું છે જેથી તેમના પ્રજનનની ઋતુમાં ઓલિવ રિડલે કાચબા જેવા સમુદ્ર પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. સમુદ્રી પ્રાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ધમારા, દેવી અને રુસિકુલ્યા નદીઓના મુખ પર કિનારાના 20 કિલોમીટરની અંદર બુધવારથી સમુદ્રી માછલી પકડવાની ગતિવિધિ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઉપાય દર વર્ષે કરવામાં આવે છે. આ વખત પણ ઓરિસ્સા સમુદ્રી મત્સ્ય પાલન વિનિમય અધિનિયમ 1982 અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ના પ્રાવધાનો મુજબ 1 નવેમ્બર 2023 થી 31 મે 2024 સુધી આ પ્રતિબંધ લાગૂ રહેશે.

અધિકારીએ જણાવ્યું કે, માછલી પકડવાની જાળમાં ફસાવા કે ટ્રોલરની ઝપેટમાં આવવાથી મોટી સંખ્યામાં કાચબા મરી જાય છે. એક અધિકારીએ જણાવ્યું કે, આ પ્રતિબંધની અવધિ દરમિયાન ઘણા સ્તરોની પેટ્રોલિંગ કરવામાં આવશે. તેના માટે રાજ્યના 4 વન્યજીવ વિભાગ ભદ્રક, રાજનગર, પુરી અને બેરહામપુરમાં 615થી વધુ શિબિર પણ સ્થાપિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, નિષિદ્ધ ક્ષેત્રોમાં ગેરકાયદેયર રૂપે માછલી પકડવાને રોકવા માટે 5 હાઇસ્પીડ નૌકા, 13 ટ્રોલર અને સહાયક નૌકાઓને સેવામાં લગાવવામાં આવી છે.

મત્સ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, માછલી પકડવા પર પ્રતિબંધના કારણે 10,600 કરતા વધુ માછીમારોના પરિવાર પ્રભાવિત રહેશે. તેમની આવકના નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકાર દરેક પ્રભાવિત માછીમારને 15,500 રૂપિયાની આજીવિકા સહાયતા આપવાનો નિર્ણય લીધો છે. ગહિરમાથા કિનારે આખા વર્ષે માછલી પકડવા પર પૂર્ણ પ્રતિબંધ લાગૂ રહે છે. આ કિનારો ઓલિવ રિડલે કાચબાઓના સૌથી મોટા પર્યાવાસ ગલિયારાના રૂપમાં ઓળખવામાં આવે છે એટલે તેને સમુદ્રી અભયારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp