80 વર્ષના માતાએ રૂપિયા ન આપતા દીકરાએ લાફો ઠોકી દીધો પછી જે થયું તે કાળજું કંપાવી

PC: economictimes.indiatimes.com

ઓરિસ્સાના કંધમાલ જિલ્લાથી એક રૂવાટા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જિલ્લાના બાદીમુંડા ગામમાં એક વ્યક્તિએ પોતાની વૃદ્ધ માતાની હત્યા કરી નાખી. તેણે પહેલા તેને થપ્પડ મારી, જેથી તે બેહોશ થઈ ગઈ અને પછી તેને સળગાવી દીધી. મૃતકની ઓળખ મંજુલા નાયકના રૂપમાં થઈ છે, જેની ઉંમર 80 વર્ષ કરતા વધુ હતી. આરોપી સમીર નાયક (ઉંમર 50 વર્ષ)ને એક ગુનાહિત કેસમાં 5 વર્ષની કઠોર જેલની સજા મળ્યા બાદ 23 સપ્ટેમ્બરના રોજ ઉદયગિરી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

ટિકબાલી પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક, કલ્યાણીમોઈ સેંધાએ કહ્યું કે, ‘શનિવારે રાત્રે સમીરે મંજુલા પાસે થોડા પૈસા માગ્યા હતા, પરંતુ તેણે ના પાડી દીધી. ત્યારબાદ સમીરે ગુસ્સામાં આવીને માતાને થપ્પડ મારી દીધી, જેથી તે પડી ગઈ અને બેહોશ થઈ ગઈ. ત્યારબાદ મંજુલાને એમ સમજીને આગ લગાવી દીધી કે તે મરી ગઈ છે. મૃતકના નાના દીકરા અમીર નાયકની ફરિયાદ પર કેસ નોંધ્યા બાદ અમે તેની ધરપકડ કરી લીધી છે. સમીરે પણ ગુનો સ્વીકારી લીધો છે.

હેરાનીની વાત એ છે કે તેણે પાડોશીઓનું ઘર પણ બહારથી બંધ કરી દીધું હતું, જેથી કોઈ પણ તેને મરતી માતાને બચાવવા માટે ન આવી શકે. એ સિવાય તેણે કેટલાક પાડોશીઓના ઘર પર પથ્થરમારો પણ કર્યો.  તો ઓરિસ્સામાં 65 વર્ષીય વ્યક્તિની તેના ભત્રીજાએ કથિત રીતે કાકાની હત્યા કરી દીધી કેમ કે તેને શંકા હતી કે તે કાળો જાદુ કરીને તેને અને તેના પરિવારને નિશાનો બનાવી રહ્યો છે. પોલીસે આ જાણકારી આપી હતી.

પોલીસે જણાવ્યું કે, આ ઘટના ઓરિસ્સાના કાલાહાંડી જિલ્લાના ભવાનીપટના સદર પોલીસ સ્ટેશન ક્ષેત્રના સીકરગુડા ગામની છે. 35 વર્ષીય ભત્રીજાને પોતાના કાકા પર શંકા હતી કે તે તેના પરિવારને નુકસાન પહોંચાડવા માટે કાળો જાદુ કરે છે. આરોપીએ કથિત રીતે એ વ્યક્તિ પર ત્યારે કુહાડીથી હુમલો કરી દીધો, જ્યારે તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. જેથી તેનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. પોલીસે કહ્યું કે, તેણે આરોપી, તેના ભાઈ અને તેના પિતાની પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે અને આગળની તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp