PM મોદીના જન્મદિવસે લાગૂ થશે ‘સુભદ્રા યોજના’, CMએ કરી જાહેરાત
ઓરિસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રવિવારે કહ્યું કે, સુભદ્રા યોજના 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શરૂ કરવામાં આવશે. આ એક નાણાકીય સહાયતા યોજના છે, જેનો વાયદો ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના ચૂંટણી ઘોષણપત્રમાં કરી હતી. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું કે, પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર (ખજાનો) જલદી જ ખોલવામાં આવશે અને તેની અંદર સંગ્રહિત કિંમતી સામાનની એક લિસ્ટ બનાવવામાં આવશે.
મોહન ચરણ માઝી અહી રાજ્યમાં પાર્ટીના નવા ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોને સન્માનિત કરવા માટે ઓરિસ્સા ભાજપ દ્વારા આયોજિત એક અભિનંદન કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. મુખ્યમંત્રી મહન ચરણ માઝીએ કહ્યું કે, સુભદ્રા યોજના 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શરૂ કરવામાં વશે. ભગવાન જગન્નાથના બહેનના નામ પર રાખવામાં આવેલી આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને 50 હજાર રૂપિયા રોકડ ‘વાઉચર’ પ્રદાન કરવામાં આવશે.
માઝીએ કહ્યું કે, રત્ન ભંડાર જલદી જ ખોલવામાં આવશે અને ભગવાનના કિંમતી સામાનની એક લિસ્ટ બનાવવામાં આવશે. જો કોઈ આ નિયમિતતા જાણવા મળે છે તો દોષીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. પુરીમાં 12મી સદીના મંદિરના તહખાનમાં સ્થિત રત્ન ભંડારને ફરીથી ખોલવો રાજ્ય વિધાનસભા અને લોકોસભાની ચૂંટણી દરમિયાન એક મુખ્ય રાજનીતિક મુદ્દો હતો. તેમણે કહ્યું કે, ગત બીજૂ જનતા દળ (BJD) સરકારે વાયદો કર્યો હતો કે આગામી મહિને આ વર્ષની રથયાત્રા દરમિયાન ભંડાર અને સમારકામ માટે ખજાનો ફરીથી ખોલવામાં આવશે.
ખજાનાની લિસ્ટ અંતિમ વખત વર્ષ 1978માં બનાવવામાં આવી હતી. રત્ન ભંડારમાં સંગ્રહિત વસ્તુઓને લઈને ઓડિટની વાત ભાજપના ઘોષણપત્રમાં પણ હતી. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું કે, પૂરી જગન્નાથ મંદિરના ઉચિત મેનેજમેન્ટ માટે તેમની સરકારે 500 રૂપિયાની નિધિ બનાવવાનો નિર્ણય લીધો છે. ભાજપે પોતાના ઘોષણપત્રમાં જે પણ વાયદા કર્યા છે, તેમને ભાજપ સરકારની 100 દિવસીય કાર્યયોજનમાં સામેલ કરવામાં આવશે. તેમની સરકારે આ ખરીફ સીઝનથી ઓરિસ્સાના ખેડૂતો પાસે 3,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે ડાંગર ખરીદવાની જાહેરાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp