યુવકે પોતે IB ઓફિસર છે કહી 49 મહિલાઓને લગ્નનું વચન આપ્યું અને...

PC: navbharattimes.indiatimes.com

ઓરિસ્સામાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે કમિશનરેટ પોલીસે શનિવારે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેણે પોતાને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અધિકારી હોવાનો દાવો કરીને લગભગ 49 મહિલાઓને લગ્નનું વચન આપ્યું હતું. તેની સાથે અફેર ચાલતું હતું. તેના 5 વખત લગ્ન થઈ ચૂક્યા છે. આરોપીની ઓળખ 36 વર્ષીય સત્યજીત મનગોવિંદ સામલ તરીકે થઈ છે. તે મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા મહિલાઓને નિશાન બનાવતો હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેમને છેલ્લા કેટલાક સમયથી છેતરપિંડીની ફરિયાદો મળી રહી હતી. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો, અનેક એંગલ સામે આવ્યા. બે મહિલાઓ મળી આવી હતી જેમણે દાવો કર્યો હતો કે, લગ્ન પછી એક પુરુષે તેમની સાથે છેતરપિંડી કરી હતી અને લાખો રૂપિયા તેમની પાસેથી ઉસેટયા હતા. ત્યાર પછી આ મામલાની ગંભીરતા સમજીને પોલીસે મોટા પાયે તપાસ શરૂ કરી હતી.

પોલીસે આ ઠગને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ માટે મહિલા પોલીસ અધિકારીની મદદ લેવામાં આવી હતી. આ ઓપરેશનને 'દુલ્હે રાજા' નામ આપવામાં આવ્યું હતું. મહિલા પોલીસ અધિકારીએ મેટ્રિમોનિયલ સાઇટ પર તેની પ્રોફાઇલ બનાવી હતી. પછી તેણે સત્યજીતને તેના વચનોમાં ફસાવી દીધો. બંને વચ્ચે લગ્નને લઈને ચર્ચા થઈ હતી. આ પછી મહિલાએ તેને મળવા બોલાવ્યો. સત્યજીત ત્યાં આવતાની સાથે જ નજીકમાં હાજર પોલીસ ટીમે તેને પકડી લીધો હતો.

પોલીસે જયારે તેની કડકાઈથી પૂછપરછ કરી તો સત્યજીતે જણાવ્યું કે, તે જાજપુરનો રહેવાસી હતો, પરંતુ ત્યાર પછી તે ભુવનેશ્વર શિફ્ટ થઈ ગયો હતો. તે મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ દ્વારા છૂટાછેડા લીધેલી અને વિધવા મહિલાઓને શોધતો હતો. તે પોતાને મોટો અધિકારી ગણાવીને પોતાની વાતોમાં લલચાવતો હતો. પછી તેમને લગ્નનું વચન આપતો હતો. તેણે તેવી મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પણ કબૂલ્યું હતું. તેણે જણાવ્યું કે, પહેલા તે મહિલાઓને મોંઘી ભેટો આપતો હતો, જેથી તે તેમનો વિશ્વાસ જીતી શકે અને પછી કોઈને કોઈ બહાને તેમની પાસેથી પૈસા પડાવી લેતો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન સત્યજીતે જણાવ્યું કે તે એક વખત છેતરપિંડી કરીને દુબઈ ભાગી જતો હતો. દુબઈમાં રોકાયા પછી તે ત્યાંથી અન્ય ટાર્ગેટ શોધતો હતો. ટાર્ગેટ ફસાયા પછી જ તે ભારત આવતો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોની મહિલાઓ તેના નિશાના પર હતી.

ભુવનેશ્વર પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, અમને શંકા છે કે, તેના વારંવાર દુબઈના પ્રવાસ પાછળ કોઈ મોટું રહસ્ય છે. આ એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ચેટ અને તેમના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp