પૂર દરમિયાન અધિકારીઓ MP અને MLAની વાત પણ નથી સાંભળતા, લાચારીનો વીડિયો વાયરલ
બિહારના ઘણા જિલ્લાઓ હાલમાં પૂરના કારણે ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. લોકો મદદ માટે સરકાર પર આધાર રાખે છે, પરંતુ ઘણી જગ્યાએ અધિકારીઓ જનપ્રતિનિધિઓની વાત પણ સાંભળતા નથી, પીડિતોને તો છોડો. આવો જ એક કિસ્સો વાલ્મિકીનગરમાંથી સામે આવ્યો છે, જ્યાંથી JDUના સુનીલ કુમાર સાંસદ છે.
હકીકતમાં JDU સાંસદ સુનીલ કુમારનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પૂર પીડિતો વચ્ચે સાંસદ હાજર છે, પરંતુ અધિકારીઓ તેમની વાત સાંભળી રહ્યા નથી. JDUના સાંસદ આ અંગે ફોન પર પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.
JDU સાંસદ ફોન પર અધિકારીઓને કહે છે, 'તમે લોકોએ શું મજાક બનાવી રાખી છે. સવારથી ફોન કરી રહ્યો છું અને તમે ફોન ઉપાડતા નથી. તેનાથી સરકારની બદનામી થાય છે.' આ વીડિયો RJD નેતા તેજસ્વી યાદવે પણ પોસ્ટ કર્યો છે અને કટાક્ષ કરતાં કહ્યું છે કે, CM નીતીશ કુમારજી, તમે તમારા સાંસદની લાચારી અને વ્યથા જુઓ.
ये वाल्मीकिनगर से जदयू के सांसद है। नौकरशाही से त्रस्त बेचारे सांसद महोदय की बेबसी और बेचारगी देखिए। DM-SP को तो छोड़िये सुबह से फोन किए जा रहे है लेकिन छोटा बाबू भी फोन नहीं उठा रहा।
— Tejashwi Yadav (@yadavtejashwi) October 4, 2024
नेताओं को सरकार की बदनामी का डर रहता है लेकिन DK-NK मॉडल पर चल रहे बिहार के अधिकारियों को किसी… pic.twitter.com/YKeYsQXvhd
X પર પોસ્ટ કરતી વખતે તેજસ્વી યાદવે લખ્યું, 'તે વાલ્મિકીનગરથી JDU સાંસદ છે. નોકરશાહીથી પરેશાન બિચારા સાંસદની લાચારી અને વ્યથા જુઓ. DM-SPની વાત તો છોડો, સવારથી ફોન કરી રહ્યા છે પણ છોટા બાબુ ફોન પણ ઉપાડતા નથી. નેતાઓને સરકારની બદનામીનો ડર રહે છે. પરંતુ DK-NK મોડલ પર ચાલતા બિહારના અધિકારીઓને કોઈનો ડર નથી? CMને તો જરા પણ ખબર નથી. CM પોતાના જ પક્ષના નેતાઓના ફીડબેક પર કામ કરતા નથી, વિપક્ષની વાત તો છોડી જ દો.'
બેલસંડ, સીતામઢીના પૂર્વ JDU ધારાસભ્ય રાણા રણધીર સિંહ ચૌહાણ પણ પૂર દરમિયાન સત્તાવાળાઓ દ્વારા અપનાવવામાં આવેલા વલણથી નારાજ દેખાયા. વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય બેલસંડના CO પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. તેઓનો આરોપ છે કે, પૂરની આફત વચ્ચે CO તેમના ઘરમાં આરામથી સૂઈ રહ્યા છે.
JDUના ધારાસભ્યો પણ પૂર દરમિયાન પ્રશાસનના વલણથી નારાજ દેખાય છે અને પોતાની જ સરકારના અધિકારીઓ સામે મોરચો ખોલી દીધો છે. વાલ્મિકીનગરના JDU ધારાસભ્ય રિંકુ સિંહે આરોપ લગાવ્યો કે, 'પાણી સંસાધન વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરોએ પાળાની સુરક્ષાને લઈને યોગ્ય રીતે કામ કર્યું નથી. વિભાગના અધિકારીઓ પાળાના સમારકામના નામે પૈસા પડાવવામાં વ્યસ્ત હતા. વહીવટી અધિકારીઓની બેદરકારી હતી. અધિકારીઓ કરોડો કમાય છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp