સરકારી હોસ્પિટલમાં અધિકારીઓની ઓચિંતી મુલાકાત, 90 ટકા સ્ટાફ ગેરહાજર
બુધવારે જ્યારે અધિકારીઓએ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આવેલી એક હોસ્પિટલનું ઓચિંતું નિરીક્ષણ કર્યું, તો તેઓ દંગ રહી ગયા. તેમને તપાસ દરમિયાન ડોકટરો સહિત 90 ટકાથી વધુ કર્મચારીઓ ગેરહાજર જણાયા હતા. અધિકારીઓએ આ અંગે તબીબો અને સ્ટાફ પાસેથી ખુલાસો માંગ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે ડેપ્યુટી કમિશનરની સૂચના પર એડિશનલ ડેપ્યુટી કમિશનરે સવારે 10:10 વાગ્યે શોપિયા જિલ્લા હોસ્પિટલનું ઓચિંતું નિરીક્ષણ કર્યું, ત્યારે સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિરીક્ષણ દરમિયાન, હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા પ્રદાન કરવામાં આવેલા બાયોમેટ્રિક હાજરીના રિપોર્ટ મુજબ મોટાભાગના ડોકટરો, તબીબી અધિકારીઓ, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય કામ કરતા કર્મચારીઓ તેમની ફરજ બજાવવાને બદલે અનધિકૃત રીતે ગેરહાજર હોવાનું જણાયું હતું.
મીડિયા સૂત્રો સાથે વાત કરતા, તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં કામ કરતા 198 કર્મચારીઓમાંથી, ફક્ત 17 કર્મચારીઓ જ હાજર હતા, એટલે કે નિરીક્ષણ સમયે 181 કર્મચારીનો સ્ટાફ ગેરહાજર હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ડોકટરો, તબીબી અધિકારીઓ, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય કામ કરતા કર્મચારીઓની અનિયમિત હાજરીને કારણે લોકોને ઘણી અગવડ પડતી હોય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી કમિશનરની કચેરીએ મંગળવારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, ગેરહાજર કર્મચારીઓનો એક દિવસનો પગાર કાપીને જિલ્લા રેડક્રોસ સોસાયટીમાં જમા કરવામાં આવશે.
નિરીક્ષણ પછીના એક આદેશમાં, ડેપ્યુટી કમિશનરે હોસ્પિટલના તબીબી અધિક્ષકને જમ્મુ અને કાશ્મીર CSRની સંબંધિત જોગવાઈઓ હેઠળ બેદરકારી, અપરાધ, ઉદાસી વલણ, બેજવાબદાર વર્તન માટે સૂચિબદ્ધ તમામ ગેરહાજર સ્ટાફ પાસેથી ખુલાસો માંગવા કહ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓએ તેમના જવાબમાં જણાવવું પડશે કે, તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તબીબી અધિક્ષકના મંતવ્યો, ટિપ્પણીઓ અને ભલામણો સાથે જવાબો ત્રણ દિવસમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં સબમિટ કરવામાં આવશે. જો તેમ કરવામાં નહીં આવે તો, ગેરહાજર કર્મચારીઓ પાસે પોતાના બચાવમાં કહેવા માટે કંઈ જ નથી તેવું માની લેવામાં આવશે અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને એક દિવસનો પગાર પણ કાપી લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp