બીમાર હતો 65 વર્ષીય વૃદ્ધ, ડૉક્ટર પર જ આવી ગયું દિલ, લવ લેટર લખીને ફસાયો

PC: floridapremiercardio.com

કહેવાય છે કે પ્રેમ કોઈ ઉંમરની મોહતાજ હોતો નથી. તેનું હાલનુ ઉદાહરણ ઇન્દોરની એક હૉસ્પિટલમાં સામે આવ્યું છે. અહી સારવાર કરાવવા માટે એડમિટ 65 વર્ષીય વૃદ્ધને પોતાની ઉંમરથી લગભગ 40 વર્ષ નાની મહિલા ડૉક્ટર સાથે પ્રેમ થઈ ગયો. તેની સુંદરતા પર પોતાનું દિલ હારીને એકતરફી પ્રેમ કરી બેઠો. તેણે એક બાદ એક 2 લવ લેટર લખી પણ લખી નાખ્યા. અહી સુધી કે વૃદ્ધે ડૉક્ટરને લગ્ન કરવાની પણ ઓફર આપી નાખી. ઇન્દોરની મહારાજા યશવંતરાવ હૉસ્પિટલમાં 65 વર્ષીય સલાઉદ્દીન ખાન સારવાર કરાવવા પહોંચ્યો હતો, પરંતુ સારવાર કરાવતા કરતા દિલનો દર્દી બની બેઠો.

તેને પ્રેમની બીમારી થઈ ગઈ. તે પોતાની ઉંમરથી લગભગ 40 વર્ષ નાની એ જ ડૉક્ટરને દિલ દઈ બેઠો, જે તેની સારવાર કરી રહી હતી. સલાઉદ્દીન ખાન અહીં જ ન રોકાયો. તેણે તૂટેલી ફાટેલી હિન્દી ભાષામાં 2 લવ લેટર પણ લખી નાખ્યા. અહી સુધી કે તેણે ડૉક્ટરને લગ્નનો પ્રસ્તાવ પણ આપી નાખ્યો. અહી સુધી કે, બીમારી સારી થયા બાદ પણ તે સારવારના બહાને હૉસ્પિટલ આવતો રહેતો હતો. અ રસ્તામાં પણ ડૉક્ટરનો પીછો કરવા લાગ્યો. વૃદ્ધાની આ હરકતોથી પરેશાન ડોક્ટરે હૉસ્પિટલ પ્રશાસનને તેની ફરિયાદ કરી.

હૉસ્પિટલના અધિક્ષક અશોક યાદવે જણાવ્યું કે, જ્યારે તેમના ધ્યાનમાં આ મામલો આવ્યો તો પહેલા તેમણે વૃદ્ધને સમજાવવાનો પ્રયાસ કર્યો. એ છતાં જ્યારે વૃદ્ધની હરકતો બંધ ન થઈ તો ડૉક્ટરોએ સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. સંયોગિતાગંજ પોલીસ સ્ટેશનના પ્રભાવી સતીશ પટેલે કહ્યું કે, મહિલા ડૉક્ટરની ફરિયાદ પર 65 વર્ષીય સલાઉદ્દીન ખાન વિરુદ્ધ છેડછાડનો કેસ નોંધવામાં આવ્યો છે. વૃદ્ધે મહિલા ડૉક્ટરને તૂટેલી ફાટેલી હિન્દીમાં 2 લેટર પણ લખ્યા. સાથે જ રસ્તામાં પણ પીછો કરવાની વાત સામે આવી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp