મુંબઇની કરિશ્મા મહેતાએ શું હ્યુમન્સ ઓફ બોમ્બે કોપી કરીને બનાવ્યું ?

PC: twitter.com/Karishma_Mehta5

હ્યુમન્સ ઓફ બોમ્બેના ફાઉન્ડર કરિશ્મા મેહતા આ સમયે સ્ટોરીટેલિંગ પ્લેટફોર્મ પીપલ ઓફ ઈન્ડિયા (POI) વિરુદ્ધ કરવામાં આવેલા પોતાના કેસને લઈને ચર્ચામાં છે. તેમણે POI પર કન્ટેન્ટ કૉપીરાઇટ ઉલ્લંઘનને લઈને કેસ દાખલ કર્યો છે. હવે કરિશ્મા મેહતાનો પોતાના સંગઠન બાબતે જાણકારી આપતો જૂનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ફાઉન્ડર સંસ્થાપકે જણાવ્યું કે, હ્યુમન્સ ઓફ બોમ્બેનો વિચાર કેવી રીતે આવ્યો. વીડિયોમાં તેમણે જણાવ્યું કે, એ વિચાર અચાનક આવ્યો હતો. 

તેમણે કહ્યું કે, મારા મનમાં હ્યુમન્સ ઓફ બોમ્બેનો વિચાર આવ્યો અને મેં તેની શરૂઆત કરી અને એ સફળ થયું. કંઈક નવું શરૂ કરવા માટે તે ખૂબ લાંબો સમય હતો. તેમણે પોતાના સંઘર્ષો બાબતે પણ વાત કરી. તેમણે ખુલાસો કર્યો કે કેવી રીતે સંગઠને પહેલા 3 વર્ષો સુધી કોઈ પૈસા ન કમાયા અને તેઓ પોતાના માતા-પિતા પાસે મળતી પોકેટ મની પર નિર્ભર હતી. ઉલેખનીય છે કે કરિશ્મા મેહતા એક લેખિકા અને ફોટોગ્રાફર છે.

તેઓ વર્ષ 2014માં લોન્ચ થયેલી વેબસાઇટ હ્યુમન્સ ઓફ બોમ્બેના ફાઉન્ડર અને સંચાલક છે અને સંબંધિત પુસ્તક હ્યુમન્સ ઓફ બોમ્બેના લેખિકા છે. કરિશ્મા મેહતાનો જન્મ અને પાલન-પોષણ મુંબઇમાં થયો અને તેમણે માહિમની બોમ્બે સ્કૉટિસ શાળામાં અભ્યાસ કર્યો. તેમણે બે વર્ષ સુધી બેંગ્લોરની એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી 3 વર્ષ સુધી UKમાં કૉલેજનો અભ્યાસ કર્યો. વર્ષ 2013માં કરિશ્મા મેહતા UKના નોટિંઘમમાં અર્થશાસ્ત્ર અને બિઝનેસના વિદ્યાર્થિની હતા.

તેઓ નેશનલ જિયોગ્રાફિક સહિત અલગ-અલગ પ્રકાશનો માટે એક સ્વતંત્ર લેખિકા છે. તેઓ નિયમિત TEDxના સ્પીકર રહ્યા છે. તેમણે ભારતીય વિદેશ વેપાર સંસ્થામાં ઘણી વખત લેક્ચર આપ્યા છે. તેઓ હિન્દી, અંગ્રેજી અને મરાઠી ભાષાના જાણકાર છે. X પર પોસ્ટના માધ્યમથી હ્યુમન્સ ઓફ ન્યૂયોર્ક (HONY)ના નિર્માતા બ્રેન્ડન સ્ટેન્ટને તેને લઈને X પર પોસ્ટ કરી, ત્યારબાદ કરિશ્મા મેહતાની ઈન્ટરનેટ પર નિંદા થઈ રહી છે. બેન્ડને ઉલ્લેખ કર્યો કે કેવી રીતે હ્યુમન્સ ઓફ બોમ્બેએ કાયદાકીય પડકારોનો સામનો કર્યા વિના જાહેર રીતે HONYથી પ્રેરણા લીધી હતી.

સ્ટેન્ટને ભૂતકાળમાં મામલાને માફ કરવાની ઇચ્છાનો પણ ઉલ્લેખ કર્યો, પરંતુ અન્ય પ્લેટફોર્મ વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો. પોસ્ટ કર્યા બાદ વીડિયોને ટ્વીટર પર લગભગ 5 લાખ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે કેસ કરવા માટે કરિશ્મા મેહતાની નિંદા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp