ચૂંટણી તારીખોની જાહેરાત અગાઉ રોષે ભરાયા ઓમર અબ્દુલ્લા, બોલ્યા ચૂંટણી પંચ પાસે...

PC: livemint.com

જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તેમને ચૂંટણી પંચ પાસે કોઈ આશા જ બચી નથી કેમ કે ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્ર લાગૂ કરવામાં પૂરી રીતે નિષ્ફળ રહ્યું છે. જો કે, પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં ચૂંટણી પંચે પૂરી રીતે મતદાન કરાવવામાં ભૂમિકા નિભાવવી જોઈએ. અબ્દુલ્લાએ શ્રીનગરમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું કે, 'અમને ચૂંટણી પંચ પાસે કોઈ આશા નથી. જો કે, તેમણે જમ્મુ-કાશ્મીરમાં પૂરી રીતે લોકતંત્ર લાગૂ કરવામાં ભૂમિકા નિભાવવી જોઈએ.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થયાના 10 વર્ષ થઈ ગયા છે. તેમણે લોકસભા સાથે સાથે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાની માગ કરી છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના નેતૃત્વવાળી સમિતિએ એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધમાં સરકારને એક રિપોર્ટ સોંપ્યો છે અને તેની શરૂઆત જમ્મુ-કાશ્મીરથી કરવું સૌથી સારું છે. જો તમે તેને જમ્મુ-કાશ્મીરથી શરૂ નહીં કરી શકો તો આપણે શું આશા રાખીશું.

તેઓ એક રાષ્ટ્ર એક ચૂંટણી બાબતે જે ઢોલ વગાડી રહ્યા છે. શું એ લોકોને છેતરવા અને તેમને મૂર્ખ બનાવવાના નથી? તેમણે કહ્યું કે, જો સરકાર માટે જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી કરાવવાનો સોનેરી અવસર છે. તેમણે માગ કરી કે, જમ્મુ-કાશ્મીરમાં પૂરી રીતે લોકતંત્ર લાગૂ કરે અને ચૂંટણી પંચ પોતાના પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાની તારીખોની જાહેરાત કરે.

PADGની પ્રસ્તાવિત બેઠક બાબતે પૂછવામાં આવતા અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ કોઈ પદ પર નથી. અબ્દુલ્લાને જ્યારે એક સવાલ કરવામાં આવ્યો કે નેશનલ કોન્ફરન્સ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત ક્યારે કરશે. તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, જ્યારે યોગ્ય સમય આવશે, તો તેમની પાર્ટી ઉમેદવારની જાહેરાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે તેમની પાર્ટી કાશ્મીરની ત્રણેય સીટો પર ઉમેદવાર ઊભા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp