CM નીતિશ કુમારે કહ્યું,'સારું થયું ભાગી ગઈ,કંઈ બોલતા આવડતું ન હતું

PC: jagran.com

બિહારના CM નીતીશ કુમારે પૂર્ણિયાથી RJD ઉમેદવાર બીમા ભારતી વિશે કહ્યું કે, તે સારું થયું કે તેણે પાર્ટી છોડી દીધી. કઈ રીતે બોલવું તે તેને ખબર ન હતી. અમે તેને ઘણું શીખવ્યું, પરંતુ તેમ છતાં તેણે પાર્ટી છોડી દીધી. સારું થયું કે તે ભાગી ગઈ.

આ દરમિયાન CM નીતિશ કુમારે જણાવ્યું કે, બીમા ભારતીએ તેમને મંત્રી બનાવવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડી દીધી હતી. CM નીતિશ કુમારે કહ્યું, 'તેને કઈ રીતે બોલવું તે આવડતું ન હતું. અમે તેને અમારી પાર્ટીમાં માન આપ્યું, પણ તે તો ભાગી ગઈ. તે ભાગી ગઈ તો સારું થયું. અમે તેને શીખવાડીએ, તે કંઈ બોલી શકતી ન હતી. હવે તે RJD ઉમેદવાર બની ગઈ છે. તે કહેતી હતી કે તેને મંત્રી બનાવો, અમે તેને મંત્રી બનાવવાની ના પાડી દીધી હતી.'

અહીં તમને જણાવી દઈએ કે, JDU ધારાસભ્ય બીમા ભારતી તાજેતરમાં જ રાષ્ટ્રીય જનતા દળમાં સામેલ થયા છે. લાલુ યાદવે તેમને પૂર્ણિયાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સીટને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે, હકીકતમાં પપ્પુ યાદવ પણ આ સીટ પરથી પોતાની દાવેદારી કરી રહ્યા છે.

પપ્પુ યાદવે પોતાની પાર્ટી JAPનું કોંગ્રેસમાં વિલિનીકરણ કરી દીધું હતું. તેમને એવી આશા પણ હતી કે, કોંગ્રેસ તેમને પૂર્ણિયાથી પોતાનો ઉમેદવાર બનાવશે, પરંતુ સીટ વહેંચણીમાં પૂર્ણિયા RJDના પક્ષમાં ગઈ અને કોંગ્રેસ પપ્પુ યાદવને તેના સિમ્બોલ પર ચૂંટણી લડાવી શકી નહીં. ત્યાર પછી પપ્પુ યાદવે જાહેરમાં લાલુ યાદવને પૂર્ણિયામાં સમર્થન આપવા માટે ઘણી વખત અપીલ કરી હતી. જોકે, લાલુએ જ્યારે બીમા ભારતીને ઉમેદવાર જાહેર કર્યા ત્યારે પપ્પુ યાદવે કહ્યું કે, તેમની રાજકીય હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

આ પછી પપ્પુ યાદવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ તેજસ્વી યાદવે પૂર્ણિયામાં આવું નિવેદન આપ્યું હતું, ત્યાર પછી પપ્પુ યાદવ અને લાલુ પરિવાર વચ્ચેનું અંતર વધારે વધી ગયું છે. હકીકતમાં, બીમા ભારતી માટે વોટ માંગતી વખતે તેજસ્વીએ કહ્યું કે, કાં તો બીમા ભારતીને પસંદ કરો અથવા NDAના ઉમેદવારને પસંદ કરો, કારણ કે આ લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે. ત્યાર પછી પપ્પુ યાદવે તેજસ્વી પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, રાજકારણમાં આટલી નફરત યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp