રક્ષાબંધન પર ભાઈએ 21 હજારનું શુકન ન આપતા બહેનો ગુસ્સે થઈ, ભાભીને ખુબ માર માર્યો

PC: aajtak.in

આ તે કેવો રક્ષાબંધનનો તહેવાર? આ સમાચાર વાંચ્યા પછી કદાચ તમારા મનમાં પણ આ પ્રશ્ન આવે. રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે, પરંતુ દિલ્હીના મેદાનગઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, જેને સાંભળીને તમે વિશ્વાસ નહીં કરો. હકીકતમાં, મેદાનગઢી વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે શુકનનો વિવાદ એટલો વધી ગયો કે, ત્રણ બહેનોએ મળીને પોતાની ભાભીને માર માર્યો. ખુબ માર મારવામાં આવતા પીડિતા ઘાયલ થઇ ગઈ હતી. તેને સારવાર માટે AIIMSમાં દાખલ કરવા પડ્યા હતા. આવો તમને બતાવીએ કે સમગ્ર મામલો શું છે.

હકીકતમાં બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા પહોંચી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. રાખડી બાંધવાની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ આ જ સમયે વિવાદ થયો હતો. પહેલા તો રાખડી બાંધવા બાબતે ઝઘડો થયો, પછી નણંદોએ શગુન તરીકે ભાઈ પાસેથી 21,000 રૂપિયા માંગ્યા. જ્યારે ભાઈએ પૈસા ન આપ્યા તો તે બહેનો નારાજ થઇ ગઈ. તેમની ભાભી સાથે ઝઘડો શરૂ થઇ ગયો. આ પછી મામલો વધી ગયો અને ત્રણેય નણંદોએ મળીને ભાભીને ખૂબ માર માર્યો. જ્યારે પીડિતાએ પોલીસને બોલાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘરમાં હાજર અન્ય મહિલા સંબંધીઓએ પણ તેને માર મારવાનું શરૂ કર્યું. મારપીટમાં પીડિતાને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. ત્યાર પછી તેમને સારવાર માટે AIIMS હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીડિતા નર્સિંગનું કામ કરે છે. રક્ષાબંધનના દિવસે મહિલાની ત્રણેય નણંદો તેના ભાઈને રાખડી બાંધવા ઘરે આવી હતી, પરંતુ શગુનના પૈસાને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેને પણ આ ઘટનાની માહિતી મળી તેઓ ચોંકી ઉઠ્યા. હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તેલંગાણાના પેદ્દાપલ્લીથી એક સમાચાર સામે આવ્યા છે, જે દિલ તોડી નાખે તેવી છે. અહીં એક બહેન પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, કારણ કે રક્ષાબંધનના દિવસે તેના ભાઈનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. બહેન છેલ્લી વાર મૃત ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આ દરમિયાન તેના હાથ ધ્રૂજતા હતા. તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. આખરે આ રાખડી બાંધીને તે પોતાના મૃત ભાઈ માટે શું પ્રાર્થના કરશે. તેનું બાળપણ તેના ભાઈ સાથે જ વીત્યું હતું. ભાઈને રાખડી બાંધતી વખતે તે સુન્ન થઈ ગઈ હોય તેવું લાગતું હતું. તેને વિશ્વાસ ન હતો કે હવે તેનો ભાઈ આ દુનિયામાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp