રામ રહીમના વારંવાર જેલમાંથી બહાર આવવા પર હરિયાણા CMએ કહ્યું- દરેક દોષીને અધિકાર

PC: twitter.com

ગુરમીત રામ રહીમને વારંવાર પેરોલ મળવાને કારણે પંજાબ-હરિયાણા હાઇકોર્ટ હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકાર સામે સવાલ ઉભો કર્યો છે. એના એક દિવસ પહેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરે હતું કે,જો સારું આચરણ જોવા મળે તો દોષીને પેરોલ કે ફરલો મેળવવાનો અધિકાર છે.

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીની જનહિત અરજીનો જવાબ આપતા પંજાબ-હરિયાણા હાઇકોર્ટે બુધવારે ભાજપ સરકારને એ જણાવવા કહ્યું હતું કે, શું ફર્લો અને પેરોલની સમાન જોગવાઈઓ અન્ય દોષિતોને પણ લંબાવવામાં આવી રહી છે? કોર્ટે રાજ્ય સરકારને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આ વિષયમાં ચંદીગઢમાં પત્રકારો સાથેની વાતચીતમાં CM મનોહર ખટ્ટરે કહ્યું હતું કે, જેલમાં આચરણના આધારે પેરોલ આપવામાં આવે છે. દરેક દોષીને પેરોલ અને ફરલો મેળવવાનો અધિકારી છે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, હવે અમે એક ખુલ્લી જેલ બનાવી રહ્યા છે. જે કેદીઓ સારું આચરણ કરશે. સારો વ્યવહાર કરશે તેમને ખુલ્લી જેલમાં રાખવામાં આવશે.

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્રારા રામ રહીમને વારંવાર આપવામાં આવતી પેરોલને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. શિરોમણી સમિતિએ તેમની અરજીમાં કહ્યું છે કે, સમિતિનું કોઇ વ્યકિતગત હીત નથી. પરંતુ રામ રહીમને પેરોલ પર છુટા કરવાના જોખમને ધ્યાનમાં રાખીને જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જાહેર હિતની અરજી એટલા માટે કરવામાં આવી છે, જેથી ભારતની સંપ્રભુતા, અખંડતાને જોખમ ઉભું થઇ શકે છે.

આ વર્ષના ફેબ્રુઆરીમાં હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એ પણ કહેવામાં આવ્યુ હતું કે ડેરા પ્રમુખને પેરોલ આપવાનું વિનાશકારી પરિણામ આવી શકે છે. કારણકે રામ રહીમ પોતાને ભગવાનના દુત તરીકે ગણાવે છે અને તેણે પોતાના નામની આગળ બાબા અને મહારાજા જેવા વિશેષણો ઉમેરેલા છે.

ડેરા પ્રમુખ રામ રહીમે બુધવારે 21 દિવસના ફરલો પુરા થયા પછી બુધવારે જેલ અધિકારીઓ સમક્ષ પોતાનું આત્મસમર્પણ કરી દીધું હતું. રામ રહીમે 21 દિવસના ફરલોનો ઉપયોગ પોતાના ઉત્તર પ્રદેશમાં આવેલા બરનાવા આશ્રમમાં વિતાવીને કર્યો હતો.

દિલચસ્પ વાત એ છે કે રામ રહીમે આ વખતે પોતાના શિષ્યોની સામે કોઇ પ્રવચન આપ્યું નહોતું. આ પહેલા તેણે પ્રવચન આપ્યુ હતું અને વિવાદ ઉભો થયો હતો.

કોર્ટના આદેશ મુજબ રામ રહીમ માત્ર ઉત્તર પ્રદેશ ડેરા સુધી જ સિમિત રહ્યો હતો. રામ રહીમને નવેમ્બર 2023માં 21 દિવસનો ફરલો આપવામાં આવ્યો હતો. જે એક જ વર્ષમાં ત્રીજી વખતની છૂટ હતી. રામ રહીમ પેરોલ અને ફરલોનો ઉપયોગ કરીને 184 દિવસ સુધી જેલની બહાર સમય વિતાવ્યો છે.

 રામ રહીમને ઓકટોબર 2020માં તેની બિમાર માતાને મળવા માટે એક દિવસની પેરોલ આપવામાં આવી હતી. મે 2021માં પણ માતાને મળવા એક દિવસની પેરોલ મળી હતી. 7 ફેબ્રુઆરી 2022માં રામ રહીમને 21 દિવસની ફરલો મળી હતી. એ પછી 17 જૂન 2022માં 30 દિવસની પેરોલ મળી હતી, 14 ઓક્ટોબર 2022માં 40 દિવસની પેરોલ મળી હતી. 22 જાન્યુઆરી 2023માં 40 દિવસની પેરોલ મળી હતી. 19 જુલાઇ 2023ના દિવસે 30 દિવસ, 20 નવેમ્બર 2023માં 21 દિવસનો ફરલો મળ્યો હતો.

રામ રહીમને બે શિષ્યાઓ પર બળાત્કારના આરોપમાં 25 ઓગસ્ટ 2017ના દિવસે દોષી જાહેર કરવામાં આવ્યો હતો. એ પછી CBIની સ્પેશિયલ કોર્ટે રામ રહીમને 20 વર્ષની સજા સંભળાવી હતી. આ ઉપરાંત 2002માં પત્રકાર રામ ચંદર છત્રપતિ અને ડેરા મેનેજર રણજીત સિંહની હત્યામાં પણ રામ રહીમને દોષી ઠેરવવામાં આવેલો છે અને તેને આજીવન કેદની સજા થયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp