રામ જન્મભૂમિના વિવાદિત સ્થળ પર રાજીવે કેમ કરાવ્યો હતો શિલાન્યાસ? VHP સાથે થઈ...

PC: ndtv.com

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જ્યાં ભક્તિભાવનો માહોલ ચરમ પર છે તો તેના પર રાજનીતિ પણ ગરમાયેલી છે. NCP અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે ભાજપ અને RSS આ મુદા પર રાજનીતિ કરી રહ્યા છે કેમ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પહેલા જ ત્યાં રામ મંદિર માટે શિલાન્યાસ કરાવી ચૂક્યા છે. એવામાં સવાલ ઉઠે છે કે આ શિલાન્યાસ પાછળ સત્ય શું છે? શું હકીકતમાં રાજીવ ગાંધીએ ત્યાં શિલાન્યાસ કરાવ્યો હતો? અને હા તો કોણે કર્યો હતો શિલાન્યાસ?

વર્ષ 1989માં કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર હતી. એ સમયે તેમની સરકારમાં મંત્રી રહેલા વી.પી. સિંહે તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તેઓ દેશભરમાં બોફોર્સ મુદ્દાને જોર શોરથી ઉઠાવી રહ્યા હતા અને રાજીવ ગાંધીની સરકારને ભ્રષ્ટ સરકાર કરાર આપી રહ્યા હતા. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અયોધ્યામાં વિવાદિત રામ જન્મભૂમિ સ્થાળ પર નિર્માણ માટે આંદોલન કરી રહ્યું હતું. એ વર્ષે ડિસેમ્બરમાં લોકસભાની ચૂંટણી થવાની હતી. એવામાં રાજીવ ગાંધીએ ત્યારે વિશાળ હિન્દુ મતદાતાઓના વોટ હાંસલ કરવા માટે કે કહો હિન્દુ તુષ્ટિકરણની રાજનીતિ પર ચાલતા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે VHPના નેતાઓને પોતાની સાથે કરી લીધા હતા.

તેમણે કેન્દ્રીય મંત્રી બૂટા સિંહને ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારી સાથે આ મુદ્દાનું સમાધાન કરવા માટે લગાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં ત્યારે કહેવામાં આવ્યું કે, મુખ્યમંત્રી એન.ડી. તિવારી, કેન્દ્રીય ગૃહ મંત્રી બૂટા સિંહ અને VHPના નેતાઓની એક ગુપ્ત બેઠક થઈ હતી, જેમાં લેખિત રૂપે સમજૂતી થઈ હતી કે રાજીવ ગાંધી વિવાદિત રામજન્મભૂમિ સ્થળ પર રામ મંદિર માટે શિલાન્યાસની મંજૂરી આપશે અને બદલામાં સાધુ સંત સમાજ ચૂંટણીમાં સરકારનું સમર્થન કરશે.

આ ગુપ્ત સહમતી બાદ 9 નવેમ્બર 1989ના રોજ અયોધ્યામાં શિલાન્યાસ કાર્યક્રમ સંપન્ન થયો. જો કે, રાજીવ ગાંધી એ દિવસે એ કાર્યક્રમથી દૂર રહ્યા, પરંતુ તેની નજર એ ઘટના પર સતત બનેલી હતી. ત્યારે મંદિર માટે આધારશિલા એક દલિત યુવક કામેશ્વર અને સ્વામી અવૈદ્યનાથે રાખી હતી, જે એ સમયે રામ મંદિર આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે એ આ ઘટનાથી 3 વર્ષ અગાઉ જ રાજીવ ગાંધીએ વર્ષ 1986માં જ વિવાદિત સ્થળ પર તાળું ખોલાવ્યું હતું.

આમ તો એ કોર્ટના આદેશ પર થયું હતું, પરંતુ મોટી વાત એ છે કે જજના આદેશની 40 મિનિટની અંદર ત્યારે તાળું ખોલાવી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં તેમણે વર્ષ 1989ની ચૂંટણી પ્રચારની શરૂઆત પણ અયોધ્યાથી કરી હતી, પરંતુ તેને સંયોગ જ કહીશું કે જે VHPનો સાથ મેળવવા માટે આ સમજૂતી કરીએ VHPએ ચૂંટણીમાં રાજીવ ગાંધી અને કોંગ્રેસનો સાથ ન આપ્યો. સાધુ સંત ત્યારે તેનાથી પણ આગળ વધીને માગ કરવા લાગ્યા હતા કે સોગંધ રામના સોગંધ ખાઈએ છીએ, અમે મંદિર ત્યાં જ બનાવીશું.

રસપ્રદ વાત એ પણ છે કે જ્યારે રાજીવ ગાંધી અયોધ્યામાં રામ મંદિરનું શિલાન્યાસ કરાવી રહ્યા હતા, એ સમયે ભાજપ નહોતી ઇચ્છતી કે મંદિરનો શિલાન્યાસ થાય, જ્યારે તેની સમર્થક VHP ઇચ્છતી હતી કે શિલાન્યાસ થાય. ભાજપે ત્યારે વી.પી. સિંહને સમર્થન આપ્યું હતું. વર્ષ 1989ની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ અને રાજીવ ગાંધીની જગ્યાએ વી.પી. સિંહ વડાપ્રધાન બન્યા. 1990માં ફરી રામ મંદિર આંદોલને જોર પકડી લીધું અને ત્યાં કાર સેવાની માગ થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp