ઉદયનિધિના રાજ્યાભિષેક પર BJP નેતાએ પૂછ્યું, આ લોકશાહી છે કે રાજવંશ...

PC: indianexpress.com

તમિલનાડુના CM M.K. સ્ટાલિને કેબિનેટમાં ફેરબદલ કર્યો છે. ઉધયનિધિ સ્ટાલિન 29 સપ્ટેમ્બરે રાજભવન, ચેન્નાઈ ખાતે બપોરે 3:30 કલાકે DyCM તરીકે શપથ લેશે. ઉધયનિધિ સ્ટાલિન હાલમાં તમિલનાડુ સરકારમાં મંત્રી છે અને CM M.K. સ્ટાલિનના પુત્ર છે. આ અંગે હવે વિવાદ શરૂ થયો છે. BJPએ તેને વંશવાદની રાજનીતિ ગણાવી છે.

ઉધયનિધિ સ્ટાલિનને તમિલનાડુના DyCM બનાવવા પર BJPના નેતા તમિલિસાઈ સુંદરરાજને કહ્યું, 'તે તમિલનાડુના લોકો અને ગઠબંધન ભાગીદારોને પ્રભાવિત અને ઉશ્કેરી રહ્યા છે. તેમણે DMKની વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમણે તેના નેતાઓ પર દબાણ કર્યું કે, ઉધયનિધિને DyCM બનાવવામાં આવે. મારે પૂછવું છે કે આ લોકશાહી છે કે રાજવંશ. આ એક ખોટું ઉદાહરણ છે. તમિલનાડુના રાજકારણમાં આ સારી બાબત નથી.'

BJP નેતા તમિલિસાઈ સુંદરરાજને કહ્યું કે, ઉધયનિધિ સ્ટાલિન CM M.K. સ્ટાલિનના પુત્ર અને કરુણાનિધિના પૌત્ર છે, તેથી જ તેમને DyCM બનાવવામાં આવી રહ્યા છે. અન્ય લોકોને સમાન અધિકાર કેવી રીતે મળી શકે? પાર્ટીમાં ઘણા વરિષ્ઠ નેતાઓને ફગાવીને ઉધયનિધિને DyCM બનાવવામાં આવી રહ્યા છે.

આ મુદ્દે BJPના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, 'એક વાત બહુ સ્પષ્ટ છે. આ પાર્ટી પરિવાર માટે અને પરિવાર દ્વારા છે. તેઓ ફર્સ્ટ ફેમિલી પર ફોકસ કરે છે અને રાષ્ટ્ર તેમના માટે ફર્સ્ટ નથી. તેઓ એક પ્રાઈવેટ લિમિટેડ 'ફેમિલી કંપની' છે. તેના બે આધારસ્તંભ છે, ‘ભ્રષ્ટાચાર’ અને ‘પરિવાર’. CM M.K. સ્ટાલિનને ઉધયનિધિ જોઈએ છે, મુલાયમ સિંહને અખિલેશ જોઈએ છે અને CM મમતા બેનર્જી અભિષેક ઈચ્છે છે. તેઓ તેમના પક્ષની સાથે-સાથે અન્યના પુત્ર-પુત્રીઓને પણ સૂર્યાસ્ત તરફ દોરી રહ્યા છે. PM મોદીજી દેશના પુત્ર-પુત્રીઓની ચિંતા કરે છે.'

તમિલનાડુ BJPના ઉપાધ્યક્ષ નારાયણન તિરુપતિએ આ મુદ્દે કહ્યું, 'ઉદયનિધિ સ્ટાલિનમાં માત્ર DyCM જ નહીં પરંતુ મંત્રી પણ બનવાની પરિપક્વતા નથી. તે DyCM કેવી રીતે બની શકે? તમિલનાડુ સરકારને શરમ આવવી જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp