26 વર્ષની નોકરી, રજા માત્ર 1 દિવસ.., તેજપાલ સિંહના નામે નોંધાયો આ અનોખો રેકોર્ડ

PC: aajtak.in

જ્યાં દુનિયામાં દર અઠવાડિયે 3 દિવસની રજાની વાત થઈ રહી છે. તો ઉત્તર પ્રદેશના બિજનૌરમાં રહેનારા તેજપાલ સિંહે પોતાની 26 વર્ષની નોકરીમાં માત્ર 1 દિવસની રજા લીધી છે. તે રવિવારે પણ ઓફિસ જતો હતો. સાંભળવામાં એ વાત થોડી અટપટી લાગશે, પરંતુ એ હકીકત છે. તેજપાલ સિંહનો આ રેકોર્ડ 'ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સમાં નોંધાય ગયો છે. તેજપાલ સિંહે જણાવ્યું કે, તેણે પોતાના 26 વર્ષના કરિયરમાં માત્ર એક જ રજા લીધી છે. પછી હોળી હોય, દિવાળી હોય કે પછી રવિવાર, તે હંમેશાં ઓફિસમાં હાજર રહે છે.

તેજપાલ સિંહે કહ્યું કે, હું કંપનીમાં 1995થી કામ કરી રહ્યો છું. વર્ષમાં લગભગ 45 રજાઓ મળે છે, પરંતુ આજ સુધી માત્ર એક જ રજા લીધી છે. આ કામ પોતાની મરજીથી કરું છું. તેના કારણે રેકોર્ડ બની ગયો. ઉલ્લેખનીય છે કે આ સમયે કોર્પોરેટ જગતમાં અઠવાડિયામાં 3 દિવસ કામ કરવાથી કર્મચારીઓની ઉત્પાદકતા અને કર્યા કુશળતા વધવાને લઈને બહેસ ચાલી રહી છે, પરંતુ આ બહેસ વચ્ચે બોજનોર જિલ્લાનો એક એવો વ્યક્તિ સામે આવ્યો છે, જેણે પતન 26 વર્ષના કરિયરમાં માત્ર એક જ રજા લીધી છે. આ વ્યક્તિનું નામ તેજપાલ સિંહ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, 26 ડિસેમ્બર 1995ના રોજ તેજપાલ સિંહે પ્રશિક્ષુ ક્લાર્કના રૂપમાં દ્વારિકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં નોકરી જોઇન્ટ કરી હતી. કંપનીની વીક ઓફ અને તહેવારી રજાઓને મળાવી દઈએ તો 45 રજા મળે છે. પરંતુ તેજપાલે વર્ષ 1995થી વર્ષ 2021 સુધી માત્ર એક જ રજા લીધી. આ એકમાત્ર રાજ્ય તેણે 18 જૂન 2003ના રોજ લીધી હતી, જ્યારે તેના નાના ભાઈ પ્રદીપ કુમારના લગ્ન થયા હતા.

તેજપાલ સિંહ દ્વારા બનાવવામાં આવેલો રજા ન લેવાનો રેકોર્ડ ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સમાં નોંધી લેવામાં આવ્યો છે. તેજપાલનો સંયુક્ત પરિવાર છે. તેના 2 નાના ભાઈ છે. આખો પરિવાર એક સાથે રહે છે. તેજપાલના પોતાના 4 બાળકો છે. 2 છોકરા અને 2 છોકરીઓ. તેજપાલ સિંહ હંમેશાં સમય પર ઓફિસ પહોંચે છે અને સમય પર પાછો આવતો રહે છે. પરંતુ સ્વેચ્છાથી ક્યારેય રજા લેતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp