કાયદા પંચની બેઠક- ’એક દેશ-એક ચૂંટણી’2024 પહેલા સંભવ નથી, જાણો કારણ

PC: iasgyan.in

રાષ્ટ્રીય કાયદા પંચ (Law Commission of India)બુધવારે 'વન-નેશન-વન ઇલેકશન' સહિત ત્રણ મુદ્દાઓ પર વિચાર કરવા માટે તેના સભ્યો સાથે બેઠક બોલાવી હતી. તેમાંથી 'વન નેશન વન ઈલેક્શન'નો મુદ્દો અનિર્ણાયક રહ્યો હતો પરંતુ અન્ય બે મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ હતી.

કાયદા પંચની બેઠકમાં વન નેશન- વન ઇલેકશન, યુનિફોર્મ સિવિલ કોડ અને POCSOProtection of Children from Sexual Offences) ની એક્ટ એમ 3 મુદ્દાઓ માટે બેઠક મળી હતી. પરંતુ ‘વન નેશન- વન ઇલેક્શન’નો મુદ્દો અનિર્ણાયક રહ્યો હતો.સૂત્રોનું કહેવું છે કે કાયદા પંચનું માનવું છે કે 2024માં એક દેશ એક ચૂંટણી લાગૂ કરવું અશક્ય છે.

એક સાથે ચૂંટણી અંગે કાયદા પંચનો રિપોર્ટ 2024ની ચૂંટણી પહેલા બહાર આવવાની અપેક્ષા છે. કાયદા પંચ ભારતમાં વન નેશન વન ઇલેક્શનને વાસ્તવિકતા બનાવવા માટે બંધારણમાં સુધારા સૂચવશે. પંચનું કહેવું છે કે 2024ની ચૂંટણી પહેલા એક દેશ, એક ચૂંટણી લાવવી શક્ય નથી. વિધાનસભાની ચૂંટણીના આયોજન અંગેના સૂચનો સમાવવા માટે રિપોર્ટ લાવવો પડશે. વન નેશન વન ઇલેક્શન પર કાયદા પંચનો રિપોર્ટ ખાસ કરીને માત્ર લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓથી સંબંધિત છે.

લો કમિશન ઓફ ઇન્ડિયાની બેઠક પૂરી થયા બાદ કમિશનના અધ્યક્ષ જસ્ટિસ ઋતુરાજે કહ્યું હતું કે બુધવારની બેઠકમાં અમે વન નેશન- વન ઇલેક્શન ના ખ્યાલ પર ચર્ચા કરી હતી. પરંતુ આ મુદ્દે કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. લાગે છે કે હજુ કેટલીક બેઠકો યોજવી પડશે. અંતિમ અહેવાલ મોકલતા પહેલા વધુ બેઠકો યોજવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.

આ પહેલા 21મા કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ બીએસ ચૌહાણે પણ એક દેશ એક ચૂંટણીને લઈને રિપોર્ટ તૈયાર કર્યો હતો. તે અહેવાલમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે એક દેશ, એક ચૂંટણીનો અમલ કરતા પહેલા બંધારણીય અને જમીની હકિકતો એટલે કે ગ્રાઉન્ડ લેવલની તૈયારી કરવી જોઈએ. આ અંગે અનેક રાજકીય પક્ષો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી

કાયદા પંચની બેઠક બુધવારે સવારે 11 વાગ્યે મળી હતી અને બપોરે 2 વાગ્યે પુરી થઇ ગઇ હતી. પંચ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યુ હતું કે, વન નેશન- વન ઇલેક્શન માટે સંસદે બંધારણ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં અનેક સુધારા કરવાની જરૂર છે. હાલમાં આ બેઠકમાં અહેવાલને આખરી ઓપ આપવાની રૂપરેખા નક્કી કરવામાં આવી છે.

બીજો મુદ્દો યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code)નો હતો.સૂત્રોના કહેવા મુજબ UCC પરના કમિશને ગે લગ્નને બાકાત રાખવાની જાણ કરી છે. સૂત્રોનું કહેવું છે કે લગ્નમાં માત્ર એક પુરુષ અને એક મહિલા સામેલ થશે. સમલૈંગિક લગ્નને UCC ના કાર્યક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે નહીં. આ સાથે UCC પર લૉ કમિશન લગ્ન સંબંધિત ધર્મોના રિવાજોને ટચ નહીં કરે.

તલાક, ભરણ પોષણ, ઉત્તરાધિકારી જેવા સંબંધિત કાયદાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે રિપોર્ટ આપવામાં આવશે. બહુપત્નીત્વ, નિકાહ, હલાલા,એક તરફી તલાક ની સામે કાયદા પંચના સૂચનો અપેક્ષિત હોવાનું સૂત્રોઓ કહ્યું છે.

ત્રીજું અને સૌથી મોટું POCSO એક્ટ અને સંમતિની ઉંમર નક્કી કરવા વિશે છે. POCSO ઉંમર અંગે કાયદા પંચનો રિપોર્ટ પણ આવે તેવી શક્યતા છે. POCSO એક્ટમાં સંમતિની ઉંમર ઘટાડવા અંગે કોઈ સૂચન નથી. કાયદા પંચના રિપોર્ટમાં તે POCSO એક્ટમાં કેટલાક સુધારા સૂચવે તેવી શક્યતા છે, જેનાથી કોર્ટને વાસ્તવિક સંમતિ હોય તેવા કેસો પર નિર્ણય લેવાની વધુ સત્તા આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp