પોતે પોતાનું મોઢું કાળું કરશે કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બારૈયા, જાણો કારણ

PC: ibc24.in

દતિયા જિલ્લાના ભાંડેર સીટથી જીતનારા ધારાસભ્ય ફૂલ સિંઘ બારૈયા ઈન્ટરનેટ પર ચર્ચા મેળવી રહ્યા છે. પોતાના વાયરલ વીડિયોને લઈને કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, તેઓ પોતાની વાત પર કાયમ છે અને પોતે જ મોઢું કાળું કરશે. કોંગ્રેસના નેતા ફૂલ સિંહ બારૈયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની 50 સીટ આવવા પર પોતાનું મોઢું કાળું કરવાની વાત કરી રહ્યા છે.

હવે 3 ડિસેમ્બરના રોજ જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ સોશિયલ મીડિયા પર બહેસ છેડાઈ ગઈ છે કે શું ફૂલ સિંહ બારૈયા હવે પોતાનું મોઢું કાળું કરશે? એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા ફૂલ સિંહ બારૈયાએ કહ્યું કે, તેઓ પોતાની વાત પર કાયમ છે અને આગામી 7 ડિસેમ્બરના રોજ ભોપાલ રાજભવન સામે બપોરે 02:00 વાગ્યે પોતાના હાથોથી મોઢું કાળું કરશે. ફૂલ સિંહ બારૈયાએ તેની સાથે જ EVM પર સવાલ ઉઠાવતા કહ્યું કે, પોસ્ટલ બેલેટની ગણતરીમાં કોંગ્રેસ આગળ હતી, પરંતુ જેવી જ EVMની ગણતરી શરૂ થઈ તો ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી ગઈ.

તેમણે આગળ કહ્યું કે, EVMથી મતદાન બંધ થવું જોઈએ. ફૂલ સિંહ બારૈયાએ ભાંડેર સીટને 29 હજાર 438 મતોથી જીતી છે. કોંગ્રેસના આ નેતાએ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ પિરોનિયાને હરાવ્યા છે. આ સીટ પર વર્ષ 2018ની ચૂંટણીમાં રક્ષા સંતરામ સિરોનિયાએ કોંગ્રેસની ટિકિટ પર જીત હાંસલ કરી હતી. ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોંગ્રેસ છોડીને રક્ષા સિરોનિયા ભાજપમાં સામેલ થઈ ગયા. વર્ષ 2020ની ચૂંટણીમાં રક્ષાની ફરી ભાજપની ટિકિટ પર જીત થઈ.

જો કે, આ વખત રક્ષાની ટિકિટ કાપીને ભાજપે પૂર્વ ધારાસભ્ય ઘનશ્યામ પિરોનિયા પર દાવ લગાવ્યો, પરંતુ એ પાર્ટીને જીતાડી ન શક્યા. જો કે, ભાજપે રાજ્યમાં 163 સીટો હાંસલ કરીને બે તૃતીયાંશ બહુમત હાંસલ કર્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર 66 સીટો પર જ સમેટાઇ ગઈ. હવે ચૂંટણી અગાઉ ફૂલ સિંહ બારૈયાએ આપેલા નિવેદન પર ભાજપે કટાક્ષ કર્યો છે. MP BJPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર લખ્યું કે, ‘ફૂલ સિંહ બારૈયાજી તમારા અને કોંગ્રેસના આ ઘમંડને મધ્ય પ્રદેશની જનતાએ ચૂર ચૂર કરી દીધો છે. જો પોતાની જુબાન પર કાયમ છો તો રાજભવન પહોંચવાની તિથિ અને સમય આ ટ્વીટના જવાબમાં આપી દે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp