ટામેટા પછી હવે કાંદાનો વારો, કાપવાની સાથે સાથે ખરીદવામાં પણ રડાવશે

PC: msn.com

આ વર્ષે ગ્રાહકોને પાછલા મહિના સુધી કાંદાની કિંમતોથી રાહત મળતી રહી છે. પણ હવે આના પર મોંઘવારીનો રંગ ચઢવા લાગ્યો છે. આ મહિને કાંદાના ભાવ ઝડપથી વધ્યા છે. કાંદાના મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રની મંડીઓમાં સૌથી સારી ગુણવત્તાના હોલસેલ ભાવ 50 રૂપિયા કિલોને પાર કરી ચૂક્યા છે. જેને લઇ રિટેલમાં પણ ભાવ વધ્યા છે.

નવરાત્રી અને શ્રાદ્ધ પછી કાંદાની કિંમતોમાં તેજી આવી ગઇ છે. કાંદાની કિંમતો એશિયાની સૌથી મોટી મંડીમાં પાછલા 15 દિવસોમાં લગભગ ડબલ થઇ ગયા છે. મહારાષ્ટ્રના લાસલગામ મંડીમાં કિંમતો 24 રૂપિયાથી વધીને 46 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. જેની સીધી અસર રીટેલ માર્કેટ પર પણ જોવા મળી રહી છે. આને કારણે કિંમતો 55-60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. નવો પાક આવવામાં હજુ બે મહિનાનો સમય છે, તેને જોતા તહેવારોમાં કાંદાની કિંમતો વધારે રડાવી શકે છે.

ડિસેમ્બર સુધી રડાવશે કાંદા

લાસલગામમાં કાંદાની હોલસેલ કિંમતો 11 ઓક્ટોબરે લગભગ 2400 રૂપિયા પ્રતિ ક્વિંટલ હતી. જે 24 ઓક્ટોબરના રોજ સરેરાશ 4351 રૂપિયા પ્રતિ ક્વિંટલે પહોંચી ગઇ. તો વધારે કિંમતો પાછલા 15 દિવસોમાં 4545 રૂપિયા સુધી પહોંચી ગઇ. ઓછી આવકને જોતા સરકારે ઓગસ્ટમાં કાંદાના નિકાસ પર 40 ટકા ટેક્સ લગાવી દીધો હતો.

કિંમતોમાં વધારાનું પ્રમુખ કારણ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ જેવા મોટા રાજ્યોમાંથી મોટી માત્રામાં કાંદાની સપ્લાઇ ન હોવાનું છે. આ ઉપરાંત ઈટીની રિપોર્ટ અનુસાર, કાંદાની ઉપજ પણ ઓછી થઇ છે. જેની અસર કિંમતો પર જોવા મળી રહી છે. નવો પાક લગભગ બે મહિના પછી બજારમાં આવવાની આશા છે.

આવક ઓછી

જે રીતે કાંદાની મંડીઓથી આવક ઓછી આવી રહી છે, તેને લીધે સ્ટોરેજમાં રાખવામાં આવેલા કાંદા બજારમાં આવી રહ્યા છે અને તેની માત્રા પર 40 ટકા સુધી ઓછી થઇ છે. એવામાં આવનારા દિવસોમાં જો કાંદાની સપ્લાઇ વધી નહીં તો કિંમતો વધારે પરેશાન કરી શકે છે. આની વચ્ચે સરકારે કિંમતોને કાબૂમાં કરવા માટે નાફેડ દ્વારા ઓછી કિંમતે કાંદા વેચવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp