'કોંગ્રેસમાં માત્ર થોડા મુસ્લિમ ધારાસભ્યો જ બચશે', CM સરમાએ આવું કેમ કહ્યું?

PC: buzinessbytes.com

આસામના CM હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે 2026માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા માત્ર થોડા મુસ્લિમ ધારાસભ્યો કોંગ્રેસ સાથે જોડાયેલા રહેશે. થોડા દિવસો પહેલા, આસામ સરકારે નિર્ણય લીધો હતો કે, રાજ્યમાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ, 1935 રદ કરવામાં આવશે.

CM સરમાએ કહ્યું કે, રાજ્ય કેબિનેટના કાયદાને રદ્દ કરવાના નિર્ણયથી મુસ્લિમ મહિલાઓ પરના આ 'અત્યાચાર'નો અંત આવશે. કોર્ટના આદેશ મુજબ તે ભરણપોષણ ભથ્થું મેળવી શકશે. કાયદાને રદ્દ કરવાના રાજ્ય કેબિનેટના નિર્ણયનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, 'આપણી માતાઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે તે હવે બંધ થશે.'

કોંગ્રેસે કહ્યું કે, મૂળ બિલમાં તેને સંપૂર્ણપણે રદ કર્યા વિના સુધારા કરી શકાયા હોત. વિરોધ પક્ષોની ટીકાનો જવાબ આપતા, CM સરમાએ ગૃહમાં જણાવ્યું હતું કે, આ બિલ રદ કરવામાં આવશે અને તે બાળ લગ્નને સમાપ્ત કરવાની દિશામાં એક પગલું છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, CM સરમા વિશ્વનાથ જિલ્લાના ગોહપુરમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'માત્ર રકીબુલ હુસૈન, રેકીબુદ્દીન અહેમદ, ઝાકિર હુસૈન સિકદર, નુરુલ હુદા અને કેટલાક અન્ય કોંગ્રેસી ધારાસભ્યો જ પાર્ટીમાં રહેશે.'

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાણા ગોસ્વામીએ પાર્ટીમાં કાર્યકારી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ અંગે CM સરમાએ કહ્યું કે, 'ગોસ્વામી કોંગ્રેસના શક્તિશાળી નેતા છે અને જો તેઓ BJPમાં જોડાશે તો હું તેનું સ્વાગત કરીશ.'

આ પહેલા રાજ્યના જળ સંસાધન મંત્રી પીયૂષ હજારિકાએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના ઘણા નેતાઓ અને ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

આ પહેલા આસામ કોંગ્રેસના પ્રમુખ ભૂપેન બોરાએ કહ્યું હતું કે, 'CM સરમા તેમનાથી ડરે છે. બોરાએ આરોપ લગાવ્યો હતો કે, તેમના ભાઈ અને ભાભી સરકારી કર્મચારી છે, જેમની રાજ્યના જુદા જુદા ખૂણામાં બદલી કરવામાં આવી હતી. તેણે કહ્યું કે ગયા મહિને ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન તેના પર હુમલો થયો હતો અને વિનંતી કરવા છતાં તેને વધારાની સુરક્ષા આપવામાં આવી ન હતી.'

આ આરોપો પર રાજ્યકક્ષાના મંત્રી હજારિકાએ કહ્યું કે, સરકારી કર્મચારીઓએ રાજ્યના કોઈપણ ખૂણે સેવા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, માત્ર એટલા માટે કે, તેઓ કોંગ્રેસના મોટા નેતાના સંબંધી છે, તેનો અર્થ એ નથી કે, તેમને ખાસ મહત્વ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp