સીરિઝ જીત્યા બાદ સૂર્યાએ કહ્યું- મેચમાં બસ આ વાત અમારા વિરુદ્ધ ગઈ...

PC: indiatimes.com

આખરે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને ચોથી ટી20 મેચમાં 20 રનથી હરાવીને 5 મેચોની T20 સીરિઝ 3-1થી પોતાના નામે કરી લીધી. આ સૂર્યા કુમાર યાદવની કેપ્ટન્સીમાં પહેલી સીરિઝ જીત રહી. જીત બાદ ખૂબ જ ખુશ જણાયેલા કેપ્ટને કહ્યું કે, હું જીતથી ખૂબ જ ખુશ છું. યુવા ખેલાડીઓએ પોતાનું કેરેક્ટર દેખાડ્યું અને આ અમારા માટે અગત્યની વાત હતી. ભારત ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી મેચ ત્યારે હારી ગયું હતું જ્યારે મેક્સવેલે સદી ફટકારી હતી. ત્યાર બાદ વર્લ્ડ કપ ટીમના અમુક ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પાછા જતા રહ્યા. તો તેનો ફાયદો પણ ભારતીય ટીમને ચોથી મેચમાં મળ્યો. જોકે, એ પણ એક ફેક્ટ છે કે ભારતીય ટી20 ટીમમાંથી પણ ઘણાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

રાયપુરમાં રમાયેલી ચોથી મેચને લઈ કેપ્ટન સૂર્યાએ કહ્યું કે, મેચ શરૂ થવા પહેલા અમે ટીમ મીટિંગ કરી હતી. મેં ખેલાડીઓને ખુલીને પોતાની રમત રમવા અને નીડર થઇને રમવાનું કહ્યું. અક્ષર પટેલના પ્રદર્શનને લઇ સૂર્યાએ કહ્યું કે, અક્ષર હંમેશા પ્રેશરમાં સારી બોલિંગ કરે છે. જે અંદાજમાં તેણે બોલિંગ કરી તે અવિશ્વસનીય છે. છેલ્લી ઓવરોની યોજનાનો ખુલાસો કરતા યાદવે કહ્યું કે, ડેથ ઓવરોમાં અમારો પ્લાન વધુમાં વધુ યોર્કર બોલ ફેંકવાનો હતો અને પછી તેના પરિણામની સમીક્ષા કરી હતી. કેપ્ટને કહ્યું કે, મેચમાં માત્ર ટોસ અમારા વિરુદ્ધ ગયો, બાકી બધું સારું રહ્યું. જણાવીએ કે, જીતેશ શર્મા અને રિંકૂ શર્માની વચ્ચે જે અગત્યની પાર્ટનરશીપ બની, તેણે જીતમાં અગત્યનો ભાગ ભજવ્યો. સૂર્યા અનુસાર, ટોસ સિવાય બાકી બધું મેચમાં સારું રહ્યું. ખેલાડીઓને પોતાનું ચારિત્ર્ય દેખાડ્યું.

ખેર, પ્લેયર ઓફ ધ મેચ અક્ષર પટેલે કહ્યું કે, હું જ્યારે ઘરે હતો તો ઘણી બાબતો પર અમલ કરવાની કોશિશ કરી રહ્યો હતો. આજે તે બધી વાતો ફળી છે. મેં મારી તાકાત પર વિશ્વાસ દેખાડ્યો. જ્યારે મારી સામે મોટા શોટ રમાયા, તો હું જરા પણ ચિંતિત થયો નહીં. ઝાંકળને લીધે મેં વિકેટ-ટૂ-વિકેટ બોલિંગ કરવાનો ફોર્મૂલા અપનાવ્યો. કોઈપણ મેચમાં આક્રમક અને માનસિક રીતે મજબૂર રહેવું ખૂબ જ અગત્યની વાત છે. કારણ કે આ ફોર્મેટમાં ધોલાઈ થવાના ચાન્સ વધારે હોય છે. જ્યારે તમે આ પ્રકારના વલણ સાથે ઉતરો છો અને વિકેટ લો છો તો તમને સારું લાગે છે.

પટેલ આગળ કહે છે, ઈંજરીને લીધે મળેલા બ્રેક દરમિયાન મેં પોતાના પર સુધાર કરવાનું કામ કર્યું અને પોતાની બોલિંગમાં અલગ અલગ વાતોને સામેલ કરી. જેને લીધે સફળતા મળતી રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp