કોર્ટે ઝોમેટોને કેમ આદેશ આપ્યો, જિંદગીભર ફ્રીમાં મોમોજ આપવાનો
બેંગલુરુથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ગ્રાહક અદાલતે Zomato પર મોટો દંડ ફટકાર્યો છે. આ દંડ એક મહિલા પર મોમોજની ડિલિવરી ન કરવા બદલ લગાવવામાં આવ્યો છે.
ઘણી વખત ફૂડ ડિલિવરી એપ્સ વિશે રસપ્રદ સમાચાર આવતા રહે છે. આને લગતી વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી હોય છે. આવી જ એક વાર્તા બેંગલુરુથી સામે આવી છે. એક એપ્લિકેશન કે જે થોડી મિનિટોમાં ઓર્ડર પહોંચાડવાનો દાવો કરે છે તે ઝોમેટો માટે એક ઓર્ડર મોંઘો સાબિત થઈ ગયો છે. હકીકતમાં, એક મહિલાએ થોડા દિવસો પહેલા Zomato પર મોમોજનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ, તેના ઓર્ડરની ડિલિવરી કરવામાં આવી ન હતી. તો પછી શું, મહિલાને મોમોજ માટે ખુબ ઉત્સુકતા હતી પરંતુ તેને તે મળી શક્યું ન હતું. આવી સ્થિતિમાં ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. મહિલાએ Zomato પર કેસ કરી દીધો. હવે ગ્રાહક અદાલતે મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ ઉપરાંત Zomato પર એટલો દંડ ફટકારવામાં આવ્યો છે કે, મહિલા આખી જીંદગી મફતમાં મોમોજ ખાશે.
આ મામલો કર્ણાટકની રાજધાની બેંગલુરુનો છે. અહીં શીતલ નામની મહિલાએ 31 ઓગસ્ટ 2023ના રોજ મોમોજનો ઓર્ડર આપ્યો હતો. તેને ઓર્ડર વિરુદ્ધ ડિલિવરી કન્ફર્મેશન પણ મળ્યું હતું. પરંતુ, તેના મોમોની ડિલિવરી ક્યારેય કરવામાં આવી ન હતી. આ માટે તેણે 133 રૂપિયા ચૂકવ્યા હતા.
આ પછી શીતલે રેસ્ટોરન્ટ અને ઝોમેટો બંનેનો સંપર્ક કર્યો, પરંતુ કોઈ ઉકેલ મળ્યો નહીં. ઝોમેટોએ અગાઉ આ મામલાની તપાસ કરીને 72 કલાકમાં જાણ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ, તે 72 કલાક ક્યારેય પૂરા થયા નહીં. ત્યારપછી મહિલાએ સપ્ટેમ્બર 2023માં Zomatoને કાનૂની નોટિસ મોકલી હતી. પછી કોર્ટમાં, Zomatoએ કંઈપણ ખોટું કર્યું હોવાનો ઇનકાર કર્યો. જો કે, કોર્ટને જાણવા મળ્યું કે, શરૂઆતમાં ઝોમેટોએ કહ્યું હતું કે, તે આ બાબતની તપાસ કરશે. આ સાબિત કરે છે કે, તે ઓર્ડરમાં ચોક્કસપણે કંઈક ખોટું થયું છે. પછી મે 2024માં, Zomatoએ મહિલાને મોમોના પૈસા (રૂ. 133.25) પરત કર્યા.
અદાલતે શોધી કાઢ્યું કે Zomatoએ સેવા પૂરી પાડવામાં ગડબડી કરી છે. જેના કારણે શીતલને પરેશાન થવું પડ્યું હતું. ત્યારપછી કોર્ટે Zomato પર 60 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમાંથી 50 હજાર રૂપિયા શીતલને માનસિક તણાવના બદલામાં આપવામાં આવશે. બાકીના રૂ. 10,000 કાનૂની ખર્ચ માટે છે. કોર્ટે કહ્યું કે, ઝોમેટોએ બુકિંગ પછી ઓર્ડર ડિલિવર કર્યો નથી. આવી સ્થિતિમાં Zomatoએ દંડ ભરવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp