અહીથી 1-2 નહીં 5 પન્નીરસેલ્વમ લડી રહ્યા છે ચૂંટણી, એક તો મુખ્યમંત્રી પણ રહ્યા

PC: thehindu.com

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ જેમણે રામનાથપુરમ લોકસભા ક્ષેત્ર માટે એક સ્વતંત્ર ઉમેદવારના રૂપમાં પોતાનું નામાંકન દાખલ કર્યું છે, તેમને ન માત્ર રાજનીતિક વિરોધીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેમના જેવા નામવાળા 4 વ્યક્તિઓનો પણ સામનો કરવાનો છે કેમ કે ચૂંટણી પંચના આંકડાઓ મુજબ ઓચપ્પન પન્નીરસેલ્વમ, ઓય્યા થેવર પન્નીરસેલ્વમ, ઓચા થેવર પન્નીર સેલ્વમ અને ઓય્યારામ પન્નીરસેલ્વમ એ લોકોમાંથી છે જેમનું નામ પૂર્વ મુખ્યમંત્રી સમાન છે. એટલે કે તામિલનાડુમાં એક કે બે નહીં, પૂરા 5 પન્નીરસેલ્વમ ચૂંટણી મેદાનમાં છે. છે ને ચોંકાવનારી વાત?

આ 5 પન્નીર સેલ્વમમાં અય્યારામ પન્નીરસેલ્વમ રામનાથપુરમ જિલ્લાના રહેવાસી છે, જ્યારે અન્ય 3 પન્નીરસેલ્વમ તામિલનાડુના મદુરાઇ જિલ્લાના રહેવાસી છે. આ બધા 5 સ્વતંત્ર ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડી રહ્યા છે. સસ્પેન્ડર્ડ અન્નદ્રમક નેતા દ્વારા પોતાનું નામાંકન દાખલ કરવાના એક દિવસ બાદ 4 પન્નીરસેલ્વમ નામના વ્યક્તિઓએ 26 માર્ચે પોતાના નામાંકન દાખલ કર્યા છે. મૂળ રૂપે થેની જિલ્લાના રહેવાસી પૂર્વ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમે ચૂંટણી અધિકારીઓ દ્વારા ફાળવાયેલી ડોલ, ફણસ અને દ્રાક્ષને પોતાના પસંદગીના પ્રતિકોના રૂપમાં લિસ્ટેડ કર્યા છે.

આ પ્રતિક નિશુલ્ક ઉપલબ્ધ છે. ઓચા થેવાર પન્નીરસેલ્વમે પણ બરાબર એ જ પ્રતિકોની પસંદગી કરી છે જે તેમની પસંદ છે. પૂર્વ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમના સમર્થકોએ આરોપ લગાવ્યો કે પૂર્વ અન્નદ્રમુક સમન્વયક સમાન નામવાળા 4 વ્યક્તિઓ દ્વારા એક સાથે નામાંકન દાખલ કરવાને માત્ર સંયોગના રૂપમાં ફગાવી શકાય નહીં. એડપ્પાદીના પન્નીરસેલ્વમના નેતૃત્વવાળી AIDMK તરફ ઈશારો કરતા કહેવામાં અવાયું કે આ એ લોકો દ્વારા રચવામાં આવેલી એક રણનીતિ હોય શકે છે જેમને તેઓ વિશ્વાસઘાતી માને છે.

પન્નીર સેલ્વમ જે વર્તમાનમાં અન્નદ્રમુકથી પોતાના સસ્પેન્શન વિરુદ્ધ કાયદાકીય લડાઈમાં ગુંચવાયેલા છે, તેમણે આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. રામનાથપુરમમાં કુલ મળીને 23 ઉમેદવારોએ પોતાના નામાંકન જમા કર્યા છે. તેમાં સત્તાધારી દ્રમુક સાથે સંબંધિત ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ઉમેદવાર કની કે નવાસ અને મુખ્ય વિપક્ષી અન્નદ્રમુકના પી. જયાપેરૂમલ સામેલ છે.

સત્તાવાર ઉમેદવારની લિસ્ટમાં માનાંક અભ્યાસનું પાલન કરતા તેમના નામ અગાઉ 'O' અક્ષર જોડવામાં આવશે. મતદાતા તેમની વચ્ચે અંતર કરવા માટે પૂરી રીતે ઉમેદવારોની તસવીરો અને તેમના વ્યક્તિગત પ્રતીકો પર ભરોસો કરશે. લગભગ બધા ચૂંટણી પ્રતિયોગીઓના સમાન નામવાળા ઉમેદવારોનું નામાંકન દાખલ કરવાની એક સામાન્ય ઘટના છે. ઉલ્લેખની છે કે, તામિલનાડુમાં લોકસભાની ચૂંટણી 19 એપ્રિલે થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp