ખ્રિસ્તી બનનારને ન મળે ST ક્વોટા, દિલ્હીમાં ભેગા થશે હજારો આદિવાસી

PC: organiser.org

હિંદુમાંથી ખ્રિસ્તી કે અન્ય ધર્મોમાં ગયેલા જનજાતિય લોકોને અનામત આપવામાં આવે કે નહીં આ બહેસ લાંબા સમયથી ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, જેમાં દેશભરમાંથી આવનાર હજારો આદિવાસી ભેગા થશે અને માગ કરશે કે ધર્માંતરણ કરનારા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની લિસ્ટમાંથી બહાર કરવામાં આવે અને તેમને અનામત ન મળે. ક્રિસમસની પૂર સંધ્યા પર રાંચીમાં લગભગ 5,000 આદિવાસી ભેગા થયા હતા અને આ જ માગ કરી. આ આયોજન જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી પ્રેરિત માનવામાં આવે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠન દેશના બધા હિન્દુ આદિવાસીને એક મંચ પર લાવવાનું કામ કરી રહ્યું છે. જનજાતિ સુરક્ષા મંચનું કહેવું છે કે આદિવાસી સમાજના જે લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે, તેમને ચર્ચ અને મિશનરી પાસેથી મદદ મળી રહી છે. તેમના બાળકોને ભણવાની સુવિધા મળી રહી છે અને આર્થિક લાભ પણ મળ્યા છે. તેના કારણે એ આદિવાસીઓથી મજબૂત સ્થિતિમાં છે, જેમણે પોતાનો ધર્મ બદલ્યો નથી. ધર્માંતરણ કરનારા આદિવાસીઓને લિસ્ટમાંથી બહાર કરવાની માગ કરવાનો તર્ક છે કે આ લોકોને ચર્ચના માધ્યમથી વિદેશી ફંડ મળી રહ્યું છે.

અનામતનો લાભ મળી રહ્યો છે અને સરકાર તરફથી લઘુમતીઓ માટે ચાલી રહેલી યોજનાઓનો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે. આ પ્રકારે આ લોકોને ધાર્મિક લઘુમતીનો પણ લાભ મળી રહ્યો છે અને જાતીય અનામત પણ મળી રહ્યું છે. આ વિરોધાભાસી છે અને નિયમ વિરુદ્ધ છે. રાંચીમાં થયેલી રેલીની અધ્યક્ષતા કરનારા લોકસભાના પૂર્ણ ડેપ્યુટી સ્પીકર કુરિયા મુંડાએ કહ્યું કે, ધર્માંતરણ કરનારા આદિવાસીઓની સંખ્યા 15 ટકાથી 20 ટકા છે, પરંતુ જ્યારે આપણે સરકારી નોકરીઓ અને ક્લાસ વન અધિકારીઓની વાત કરીએ છીએ તો તેમાં તેમની ભાગીદારી કુલ આદિવાસીઓની તુલનામાં 90 ટકા સુધી છે. ધર્માંતરણ કરનારા આદિવાસીઓની લિસ્ટથી બહાર કરવાની માગ નવી નથી, પરંતુ રાંચીમાં થયેલા આયોજને તેને મજબૂતી આપી છે.

હવે જનજાતિ સુરક્ષા મંચ દિલ્હીમાં મોટી રેલીની તૈયારીમાં છે. ફેબ્રુરીમાં થનારી આ રેલી માટે અત્યારે તારીખ નક્કી કરવામાં આવી નથી. સંગઠનનું કહેવું છે કે રાંચી અગાઉ મુંબઈ, નાગપુર જેવા શહેરોમાં આ મીટિંગ થઈ ચૂકી છે. હવે તેને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ આપવા માટે દિલ્હીમાં રેલી થશે. સંગઠનના રાષ્ટ્રીય સહ સંયોજક રાજકિશોર હંસદાએ કહ્યું કે, સવિધાન નિર્માતાઓએ ST અનામત એટલે લાગુ કર્યું હતું જેથી દેશની 700 મૂળ જનજાતિયોને સુવિધા મળી શકે, પરંતુ તેનો પૂરો લાભ ચર્ચ સમર્થક લોકોને મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp