ભારતીય વિદ્યાર્થીનીના મોત પર આક્રોશ, પોલીસ બેશરમીથી હસતી હતી, US સરકાર ઝુકી
અમેરિકામાં ભણતી એક ભારતીય વિદ્યાર્થીની થોમસ સ્ટ્રીટ પર ટહેલતી હતી ત્યારે પુરઝડપે આવી રહેલી પોલીસ પેટ્રોલ કારે તેણીને ઉડાવી દીધી હતી અને તેમાં તેનું મોત થયું હતું. એ પછી ચોંકાવનારી એ વાત સામે આવી હતી કે અકસ્માત પર વસવસો કરવાને બદલે પોલીસે હસીને મજાક ઉડાવી હતી એવો વીડિયો સામે આવ્યો હતો.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનાના મોત પછી પોલીસનો મજાક ઉડાવતો વીડિયો સામે આવવાને કારણે અમેરિકામાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે અને હવે બાઇડન સરકારે તપાસનું આશ્વાસન આપ્યું છે.
ભારતીય વિદ્યાર્થીના મોતને લઈને અમેરિકામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સિએટલમાં પોલીસ પેટ્રોલિંગ કારની ટક્કરથી 23 વર્ષની ભારતીય વિદ્યાર્થી જ્હાન્વી કંડુલાના મોતના મામલામાં યુએસમાં રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટીતંત્રે ભારત સરકારને મોટું આશ્વાસન આપ્યું છે. બાઇડન સરકારે કહ્યું છે કે આ મામલે ઝડપી તપાસ કરવામાં આવશે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
જ્હાન્વી કંડુલા મૂળ આંધ્રપ્રદેશની રહેવાસી હતી અને અમેરિકાના સાઉથ લેક યુનિયનમાં નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટી કેમ્પસમાંથી માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી હતી.
અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ વોશિંગ્ટનમાં ઉચ્ચ કક્ષાએ આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો અને કંડુલાની હત્યા અને વોશિંગ્ટન રાજ્યના સિએટલમાં પોલીસ અધિકારીના અત્યંત અસંવેદનશીલ વલણ અંગે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી હતી એ પછી અમેરિકાની સરકાર હરકતમાં આવી હતી.
જ્હાનવી કંડુલાનું 23 જાન્યુઆરીએ મોત થયું હતું જ્યારે તે US ઓફિસર કેવિન ડેવના વાહનની અડફટે આવી ગઇ હતી. ‘સિએટલ ટાઈમ્સ’ અનુસાર, તે કેવિન 119 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. 23 વર્ષની ભારતીય યુવતી જ્હાન્વી કંડુલાનું પોલીસ વાહનની ટકકરને કારણે મોત થયું હતું અને એ પછી પોલીસ કર્મચારી ડેનિયલ આડરરનો અકસ્માત પછી હસવાનો અને મજાક ઉડાવડો વીડિયો સામે આવ્યો હતો જે પોલીસ અધિકારીના બોડી કેમેરામાં રેકોર્ડ થઇ ગયો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયોમાં, ઓફિસર ડેનિયલ ઓડરરને જ્હાનવીકંડુલા સાથે જોડાયેલા અક્સમાતની તપાસ અંગે ચર્ચા કરતા સાંભળી શકાય છે, જે 23 જાન્યુઆરીના રોજ તેમના સાથી અધિકારી કેવિન ડેવના વહનની ટકકરે મોતને ભેટી હતી. 23 જાન્યુઆરીએ જ્હાન્વી થોમસ સ્ટ્રીટ પાસે ચાલી રહી હતી ત્યારે પોલીસના વાહને તેને ટક્કર મારી હતી.
ટકકર એટલી જબરદસ્ત હતી કે જ્હાનવી દુર સુધી ઉછળી પડી હતી અને ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. ડેનિયલની તપાસમાં કેવિન મજાક કરતો અને હસતો વીડિયોમાં જોવા મળ્યો હતો. કેવિન બેશરમીથી કહી રહ્યો હતો કે તેણી મરી ચૂકી છે અને તેના જીવનની કોઇ કિંમત નહોતી.
સિએટલ કોમ્યુનિટી પોલીસ કમિશન (CPC) એ વિડિયો રિલીઝ થયા પછી સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં ડેનિયલ ઓડરર અને તેના સાથીદાર કેવિન વચ્ચેની વાતચીતને આઘાતજનક અને અસંવેદનશીલ ગણાવી હતી. સિએટલ પોલીસે પારદર્શિતાના ભાગરૂપે વીડિયો જારી કર્યો છે અને સાથે કહ્યું છે કે અમે ત્યાં સુધી કોઇ ટીપ્પણી નહીં કરીશું જ્યાં સુધી તપાસ પુરી નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp