PMના ઘરની નીચે હું મસ્જિદ હોવાનો દાવો કરીશ તો શું મને ઘરની જમીન ખોદવા દેશે?

PC: hindustantimes.com

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા BJP પર નિશાનો સાધ્યો હતો. તેમણે વડાપ્રધાન પર નિશાનો સાધતા કહ્યું હતું કે, ‘વડાપ્રધાનના ઘરની નીચે હું મસ્જિદ હોવાનો દાવો કરીશ તો શું તેઓ મને તેમના ઘરની જમીન ખોદવા દેશે? દેશ 1991ના એક્ટ મુજબ ચાલશે, સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ચાલશે કે પછી અન્ય લોકોની વિચારધારાઓના આધારો ચાલશે. આ તમામ લોકો સંઘ પરિવાર સાથે જોડાયેલા લોકો છે અને આ બધો તમાશો આ લોકો જ કરી રહ્યા છે.’

તેમણે તાજમહેલના 22 દરવાજા ખોલવા મુદ્દે બે કોર્ટના અલગ-અલગ નિર્ણય વિશે પણ કહ્યું હતું, અલાહાબાદ હાઇકોર્ટે ચેમ્બર ખોલાવવાની વાત કહી હતી અને અયોધ્યાના ભાજપના મીડિયા ઇન્ચાર્જ રજનીશ સિંહે કરેલી પીટીશનને ત્યાંની હાઇકોર્ટે નકારી કાઢી હતી અને નીચલી કોર્ટે કહ્યું હતું કે, અમે સરવે કમિશ્નર બનાવીશું.

તેમણે બાબરી મસ્જિદ વિશે પણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘અમે બાબરી મસ્જિદ ગુમાવી દીધી, ડિસેમ્બર 1948મા ચોરોની માફક મસ્જિદમાં મૂર્તિઓ મૂકવામાં આવી હતી. રાજીવ ગાંધીની સરકારે મુસ્લિમ પક્ષને સાંભળ્યા વગર જ મસ્જિદના તાળા ખોલી દીધા હતા અને કોર્ટના ઓર્ડર વગર જ ડિમોલિશન શરૂ કરી દીધુ હતું અને કોઇને સજા પણ નહોતી થઇ.’ તેમણે વધુમાં આ મુદ્દે કહ્યું હતું કે, ‘હવે અમે મસ્જિદને ગુમાવવા નથી માગતા. સરવે કમિશ્નરનો જે ઓર્ડર બહાર આવ્યો છે તે ઓર્ડર 1991ના એક્ટ મુજબનો નથી સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં જસ્ટિસ ચંદ્રચૂળે લખ્યું છે કે,  આ નિર્ણય 1991ના એક્ટના સેક્યુલારિઝમના બેઝિક સ્ટર્ચર સાથે સંબંધિત છે. 1991મા આજ જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો હતો. તમે આ દેશને કઇ દિશામાં લઇ જઇ રહ્યા છો.’

તેમનો ઇન્ટરવ્યૂ લઇ રહેલા પત્રકારે તેમને પૂછ્યું હતું કે, આ બધુ તો કોર્ટના આધારે જ થઇ રહ્યું છે. તો તેમણે સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘મસ્જિદની કમિટીએ અને પર્સનલ લો બોર્ડે તરત જ સુપ્રીમ કોર્ટમાં જવું જોઇએ અને કોર્ટના જજમેન્ટ અને સંસદના એક્ટના વાયોલેશનને રોકવું જોઇએ.’ તેમણે કહ્યું કે, ‘આ તદ્દન ખોટો ઓર્ડર છે. હું પર્સનલ લો બોર્ડનો મેમ્બર છું પણ સ્પોક્સ પર્સન નથી. હું આશા રાખું છું કે, પર્સનલ લો બોર્ડ અને કમિટીના મેમ્બરો સુપ્રીમ કોર્ટ પાસે જશે અને વાયોલેશન અટકાવશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp