પેનકીલર દવાને લઈને સરકારનું એલર્ટ, જાણો કંઈ દવા છે અને શું છે સાઇડ ઇફેક્ટ્સ

PC: health.harvard.edu

ફાર્મા માનાંક સંસ્થા ભારતીય ફાર્માકોપિયા આયોગ (IPC) દ્વારા મેફ્ટલ બ્રાંડના નામ હેઠળ વેચાવમાં આવતી લોકપ્રિય અને સામાન્ય રૂપે ઉપયોગ થતી દર્દ નિવારજ દવા મેફેનેમિક એસિડના ઉપયોગ બાબતે ડૉક્ટર અને દર્દીઓ માટે એક દવા સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. ફાર્માકોવિજેલેન્સ પ્રોગ્રામ ઓફ ઈન્ડિયા (PVPI), જે પ્રતિકૂળ દવા પ્રતિક્રિયાઓ (ADR) અને ફાર્માસ્યૂટિકલ ઉત્પાદનો સાથે જોડાયેલી પ્રતિકૂળ દવાઓની દેખરેખ અને જાણકારી એકત્ર કરે છે. તેને પોતાના પ્રાથમિક વિશ્લેષણમાં જોયું કે મેફેનેમિક એસિડ દવા ઇસિનોફિલિયા અને પ્રણાલીગત લક્ષણો સાથે દવા પ્રતિક્રિયાઓને ટ્રિગર કરે છે, જેને ડ્રેસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

જો કે, આ દવા કોઈ OTC ઉત્પાદન નથી, જેને પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ ભારતીયો દ્વારા અલગ-અલગ કારણે વ્યાપક રૂપે કરવામાં આવે છે, જેમ કે માસિક ધર્મના દર્દ, માથાના દુઃખવા અને માંસપેશીઓ અને સાંધાના દુઃખાવાથી રાહત માટે. એ સિવાય સખત તાવની બાબતે બાળકોમાં આ દવાનો ઉપયોગ મોટા પ્રણામમાં થાય છે. ટોપ બ્રાંડોમાં બ્લૂ ક્રોસ લેબોરેટરિઝની મેફ્ટલ, મેનકાઈન્ડ ફાર્માની મેફકાઈન્ડ P, ફાઇઝરની પેનસ્ટેન, સીરમ ઈન્સ્ટિટ્યૂટની મેફનોર્મ અને ડૉ. રેડ્ડીની ઇબુક્લિન P સામેલ છે.

ડ્રેસ સિન્ડ્રોમ, ઈઓસિનોફિલિયા અને પ્રાણાલિગત લક્ષણો સાથે ડ્રગ રેશનું સંક્ષિપ્ત રૂપ, એક ગંભીર એલર્જી પ્રતિક્રિયા છે. આ જીવલેણ થઈ શકે છે. આ પ્રકારનો અનુભવ કરનારા લગભગ 10 ટકા લોકોનું મોત થઈ જાય છે. આ સિન્ડ્રોમ ત્યારે હોય છે, જ્યારે તમારું શરીર કેટલીક દવાઓ પ્રત્યે તીવ્ર પ્રતિક્રિયા કરે છે. આ ત્વચા પર આપવાના રૂપમાં નજરે પડે છે અને તમારા આંતરિક અંગોના પ્રભાવિત કરી શકે છે. આ ગંભીર પ્રક્રિયાથી બચવા માટે દવાઓ પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે.

એલર્ટમાં સ્વાસ્થ્ય વ્યવસાયી અને દર્દીઓ પાસેથી દવાના દુષ્પ્રભાવો પર સૂક્ષ્મતાથી નજર રાખવા કહેવામાં આવ્યું છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય વ્યવસાયી, દર્દીઓ અને ઉપભોક્તાઓની સલાહ આપવામાં આવે છે કે ઉપરોક્ત શંકાસ્પદ દવાના ઉપયોગ સાથે જોડાયેલી પ્રતિકૂળ દવાઓની સંભાવના પર સૂક્ષ્મતથી નજર રાખો. જો એવી કોઈ પ્રતિક્રિયા સામે આવે છે તો કૃપયા શંકાસ્પદ પ્રતિકૂળ દવા પ્રતિક્રિયાઓને નોંધીને IPCને રિપોર્ટ કરો. જો કે, ઘણા ડૉક્ટરોએ જણાવ્યું કે, DRESS સિન્ડ્રોમ ઘણા નોનસ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવાઓ (NSAIDs)ની એક સામાન્ય સાઇડઇફેક્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp