હાથમાં કલરનો ડબ્બો અને બ્રશ, દુકાનદાર સફરજનને કલર કરતો હતો! વીડિયો સામે આવ્યો

PC: aajtak.in

કહેવાય છે કે આજે જે પણ ખાદ્યપદાર્થો ઉપલબ્ધ છે તે સંપૂર્ણ શુદ્ધ નથી હોતા. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં શાકભાજીથી લઈને ફળો સુધી દરેક વસ્તુ પર કેમિકલનો ઉપયોગ થતો જોઈ શકાય છે. આ જ કારણ છે કે આવી શાકભાજી કે ફાળો ખાવાથી કેન્સર જેવી બીમારીઓ લોકોને ઝડપથી અસર કરી રહી છે. પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે, વ્યક્તિ બહારનો રાંધેલ ખોરાક અથવા જંક ફૂડ ખાવાનું છોડી શકે છે. પરંતુ ટકી રહેવા અને શરીરને શક્તિ આપવા માટે તેણે ફળો અને શાકભાજી ખાવા પડશે. પણ જો આમાં પણ ઝેર ભળેલું હોય તો?

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુકાનદાર સફરજનને રંગ કરતો જોવા મળે છે. જેથી તે વધુ લાલ દેખાય. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, દુકાનદારની સામે રંગહીન સફરજન પડેલા છે. તેની સાથે લાલ રંગના પાણીની વાટકી પણ છે. તે બ્રશની મદદથી ફળો પર રંગ લગાવતો જોવા મળે છે. સામે ખૂબ જ લાલ સફરજન જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @Tiwari__Saab નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, 'આ સ્થિતિ છે બજારની. કોઈ પર વિશ્વાસ કરવા જેવો જ નથી. જો તમે બજારમાંથી ફળ ખરીદો છો, તો પછી તેને જોયા પછી જ ખરીદો. તમે જોઈ શકો છો કે, તે કેવી રીતે કલર કરી રહ્યો છે.'

આ વીડિયો ક્યાંનો છે અને ક્યારે બનાવવામાં આવ્યો તેની માહિતી આપવામાં આવી નથી. તેને અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પોસ્ટ પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'આ દિવસોમાં ખૂબ જ ખતરનાક કામ થઈ રહ્યું છે.' અન્ય એક યુઝરે કહ્યું, 'આ ખૂબ જ ડરામણું છે આ, મને તો હવે બજારમાંથી કંઈ ખરીદવાનું મન જ થતું નથી.' જ્યારે ત્રીજા યૂઝરે લખ્યું, 'વાઈરલ થયા પછી પણ આવા લોકો સામે પગલાં લેવાતા નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે.' ચોથો યૂઝર કહે છે, 'આજકાલ કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ. લોકો શું કરે છે તેની ખબર નથી હોતી.'

નોંધ: આ સમાચાર સોશિયલ મીડિયા યુઝર્સના દાવા પર રજુ કરવામાં આવ્યા છે. KHABARCHHE.COM તેમના આ દાવાની પુષ્ટિ કરતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp