સીમાની વધી શકે છે મુશ્કેલી, પાકિસ્તાન સરકારે પાછા માગ્યા બાળકો

PC: freepressjournal.in

પાકિસ્તાનથી બાળકો સાથે આવીને ભારતમાં ગેરકાયદેસર રૂપે રહેનારી સીમા હૈદરની મુશ્કેલી વધી શકે છે. પાકિસ્તાન રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગે વિદેશ મંત્રાલયને એક ચિઠ્ઠી લખી છે, જેમાં સીમા હૈદરના બાળકોની સુરક્ષાની વાપસીની અપીલ કરી છે. પાકિસ્તાની મીડિયા મુજબ, સીમા હૈદરનો પતિ ગુલામ હૈદર પણ આ સમયે પાકિસ્તાનમાં જ છે. ન્યૂઝ એજન્સી ANIએ ARY ન્યૂઝના રિપોર્ટના સંદર્ભે જણાવ્યું કે, પાકિસ્તાન બાળ અધિકાર આયોગ (NCRC)એ સીમા હૈદરના 4 બાળકોને તત્કાલીન પરત લાવવાની માગ કરી છે, જે પોતાના બાળકો સાથે પોતાના પ્રેમી સચિન મીણા સાથે લગ્ન કરવા માટે નેપાળના માર્ગે ભારત આવી હતી.

આ અગાઉ ગુલામ હૈદરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ બાળકોની વાપસીની માગ કરી હતી. એટલું જ નહીં ગુલામે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ પાસે બાળકોને પરત લાવવા માટે વીડિયોને મેસેજ જાહેર કર્યો હતો. પાકિસ્તાની નાગરિક સીમા હૈદરની મિત્રતા ગ્રેટર નોઇડાના રહેવાસી સચિન મીણા સાથે PUBG રમતા રમતા થઈ હતી. સીમા હૈદરનો પતિ ગુલામ હૈદર દુબઈમાં નોકરી કરે છે. ત્યારબાદ બંનેએ નેપાળમાં ઘણા દિવસ સાથે પણ વિતાવ્યા. આ દરમિયાન બંનેએ લગ્ન કરવાનો નિશ્ચય કર્યો અને એટલે સીમા હૈદર પોતાના 4 બાળકોને લઈને ગેરકાયદેસર ભારતમાં આવી ગઈ હતી.

સીમા હૈદર ગયા વર્ષે મે મહિનામાં નેપાળના માર્ગે ગેરકાયદસર રૂપે ભારતીય સીમમાં ઘૂસી આવી હતી અને સચિન મીણા સાથે ગ્રેટર નોઇડામાં રહેવા લાગી હતી. ગુલામ હૈદરે બતાવ્યું કે, સાઉદી અરબમાં કમાવા માટે માત્ર સીમાના કહેવા પર ગયો હતો જેથી બાળકોનું સારું પાલન-પોષણ થઈ શકે. ત્યાંથી તે શરૂઆતમાં સીમાને 40-50 હજાર દર મહિને મોકલતો હતો. ત્યારબાદ તે તેને દર મહિને 80-90 હજાર રૂપિયા મોકલવા લાગ્યો. તેણે તેને 13 લાખ રૂપિયા પણ મોકલ્યા હતા, જેથી સીમા મકાન ખરીદી શકે.

ગુલામ હૈદરે આગળ કહ્યું હતું કે, સીમાએ મકાન ખરીદ્યું પણ, પરંતુ તેને વેચીને તે સચિન પાસે ભારત જતી રહી. એટલું જ નહીં, સીમા પણ મકાન વેચવાની વાત કબૂલી ચૂકી છે. જ્યારે તેની જાણકારી પોલીસ અને તપાસ એજન્સીઓને થઈ તો વિઝા વિના ભારતમાં પ્રવેશ કરવાના મામલે 4 જુલાઇ 2023ના રોજ સીમા હૈદરની ધરપકડ કરવામાં આવી હતી. તો ગેરકાયદેસર અપ્રવાસીઓને શરણ આપવાના આરોપમાં સચિનને પણ જેલ મોકલી દેવામાં આવ્યો હતો. જો કે, પછી બંનેને છોડી દેવામાં આવ્યા. ત્યારથી સચિન અને સીમા એક સાથે રહે છે. બંનેએ એક-બીજા સાથે લગ્ન પણ કરી લીધા છે, ત્યારબાદ સીમા હૈદર ક્યારેક કરવા ચોથ, તો ક્યારેક કોઈ બીજી પૂજા કરતી વાયરલ થતી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp