26th January selfie contest

તોછડી હરકત! તુર્કી મદદ માટે જતા ભારતીય પ્લેનને પાકિસ્તાને ન આપ્યો રસ્તો

PC: hindustantimes.com

પાકિસ્તાને મંગળવારે સવારે ભૂકંપ પ્રભાવિત તુર્કી જનારા ભારતીય વાયુસેનાના વિમાનોને પોતાનો હવાઇ ક્ષેત્ર આપવાની ના પાડી દીધી છે. આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાને ભારતને જરૂરિયાતમંદ દેશોને માનવીય સહાયતા મોકલવાથી રોકવાનો પ્રયાસ કર્યો છે. એક ન્યૂઝ ચેનલે આ જાણકારી આપી છે. તુર્કી અને સીરિયામાં આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ ઝાટકાના કારણે અત્યાર સુધી 4,983 લોકોના મોત થઇ ચૂક્યા છે. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વી કહરામનમારસમાં હતું અને તે કાહિરા સુધી અનુભવાયું હતું.

આખી દુનિયાના દેશોએ બચાવ પ્રયાસોમાં સહાયતા માટે ટીમોને મોકલી છે. તુર્કીની આપત્તિ સંચાલન એજન્સીએ કહ્યું કે, ઇમરજન્સી સેવાઓમાં 24,400 કરતા વધુ કર્મચારી રાહત અને બચાવ કાર્યોમાં લાગ્યા છે. આ સિલસિલામાં તુર્કીઓની દરેક સંભવિત મદદની રજૂઆતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ ભારતે સોમવારે NDRFની શોધ અને બચાવ ટીમ, મેડિકલ ટીમ અને રાહત બચાવ ટીમને તુર્કી મોકલવાનો નિર્ણય લીધો હતો. રાહત સામગ્રી સાથે ભારતીય વાયુ સેનાનો પહેલો વિમાન સોમવારે રાત્રે તુર્કી માટે મોકલવામાં આવ્યો, જે મંગળવારે સવારે ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે તુર્કીનાઆ અડાણા એરપોર્ટ પહોંચી ગયો.

ભૂકંપ રાહત સામગ્રીમાં NDRFના વિશેષ શોધ અને બચાવ ટીમ સામેલ છે જેમાં પુરુષ અને મહિલા કર્મી, ડોગ ક્વોડ, ચિકિત્સ્કિય પુરવઠો, ઉન્નત ડ્રિલિંગ ઉપકરણ અને સહાયતા પ્રયાસો માટે આવશ્યક અન્ય મહત્ત્વપૂર્ણ ઉપકરણ સામેલ છે. ગત વખત પાકિસ્તાને ભારતને પોતાના હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કરવાથી વર્ષ 2021માં રોક્યું હતું, જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો હતો. એ જ વર્ષે ડિસેમ્બરમાં ભારતે યુદ્વગ્રસ્ત રાષ્ટ્રને માનવીય સહાયતાના એક હિસ્સાના રૂપમાં અફઘાનિસ્તાનને 50,000 મેટ્રિક ટન ઘઉં મોકલવાનો નિર્ણય લીધો હતો. પુરવઠામાં જીવન રક્ષક દવાઓ પણ હતી, પરંતુ પાકિસ્તાને એ સમયે પણ અડચણો ઉત્પન્ન કરી હતી.

આ દરમિયાન ભારત સરકાર દ્વારા ભૂકંપ પ્રભાવિત તુર્કીની મદદ કરવાના નિર્ણય હેઠળ તુર્કીના લોકોને ચિકિત્સા સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે ભારતીય સેનાએ મંગળવારે ડૉક્ટરોની ટીમ મોકલી. અધિકારીઓએ કહ્યું કે, આગ્રા સ્થિત આર્મી ફિલ્ડ હૉસ્પિટલે 89 સભ્યોની મેડિકલ ટીમ મોકલવામાં આવી છે. મેડિકલ ટીમમાં અન્ય સિવાય સખત ચિકિત્સા દેખરેખ વિશેષજ્ઞ પણ છે. આ ટીમમાં ઓર્થોપેડિક (હાડકાંનો રોગ), સર્જરી ટીમ, સામાન્ય સર્જરીની વિશેષ ટીમ અને મેડિકલ વિશેષજ્ઞ ટીમો સામેલ છે. આ ટીમ એક્સ-રે મશીન, વેન્ટિલેટર ઑક્સિજન જનરેશન પ્લાન્ટ, હૃદય ગતિ માપવામાં માટે કાર્ડિયાક મોનિટર અને સંબંધિત ઉપકરણોથી લેસ છે જે 30 બેડવાળી મેડિકલ હૉસ્પિટલમાં ઉપયોગી વસ્તુઓ બરાબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp