2025 બાદ ભારતનો હિસ્સો હશે પાકિસ્તાન, જાણો કોણે કહ્યું આવું

PC: publicseminar.org

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક ઇન્દ્રેશ કુમારે પાકિસ્તાનને લઇને મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. RSS પ્રચારક ઇન્દ્રેશ કુમારનું કહેવું છે કે, 2025 બાદ પાકિસ્તાન ભારતનો હિસ્સો બની જશે. તેમણે શનિવારના રોજ મુંબઇમાં કાશ્મીર મામલે આયોજિત સભા દરમિયાન આ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, તમે લખીને રાખો 5-7 વર્ષ બાદ તમે કરાંચી, લાહોર, રાવલપિંડી અને સિયાલકોટમાં મકાન ખરીદશો અને બિઝનેસ કરી શકશો. 1947 પહેલા પાકિસ્તાન નહોતું. લોકો કહેતા હતા કે, 1945 પહેલા તે હિન્દુસ્તાનો ભાગ હતા. 2025 બાદ ફરી તે હિન્દુસ્તાનનો ભાગ હશે.

જો કે ઇન્દ્રેશ કુમારે આ અંગે વિગતવાર માહિતી નહોતી આપી કે કેવી રીતે પાકિસ્તાન ભારતનો ભાગ બનશે. અખંડ ભારતના સપનાને જલદી પૂરું કરવાની વાત કરતા ઇન્દ્રેશ કુમારે કહ્યું હતું કે, અખંડ ભારતની વાત કરતા ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાલ, અફઘાનિસ્તાન અને મ્યાનમારનું એકીકરણ ઇચ્છે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp