મિત્રને મળવા પાકિસ્તાનથી આવી છું..ટ્રેનમાં મળેલી છોકરીની પૂછપરછમાં થયો આ ખુલાસો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના એક યુવકને ટ્રેનમાં એક છોકરી મળી. એ છોકરીએ જણાવ્યું કે તે પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે અને પોતાના મિત્રને મળવા માટે ભારત આવી છે, પરંતુ અહી તેના બધા ડોક્યૂમેન્ટ ખોવાઈ ગયા છે. છોકરીએ યુવક પાસે મદદ માગી, ત્યારબાદ યુવકે છોકરીને મુરાદાબાદ GRP પોલીસ સ્ટેશન પહોંચાડી દીધી. અહી પૂછપરછમાં આખી ઘટનાનો ખુલાસો થયો છે. સોમવારે કાઠગોદામ એક્સપ્રેસમાં મુરાદાબાદના નિખિલ શર્માને ટ્રેનમાં એક સગીર વયની છોકરી મળી હતી.

તેની ઉંમર 17 વર્ષ બતાવવામાં આવી રહી છે. છોકરીએ કહ્યું કે, એ પાકિસ્તાનની રહેનારી છોકરી છે અને કરાચીથી પોતાના ભારતીય મિત્રને મળવા માટે આવી છે, પરંતુ અહી તેના બધા ડોક્યૂમેન્ટ ખોવાઈ ગયા છે. તેણે નિખિલ પાસે મદદ માગી, જેના પર નિખિલે મુરાદાબાદ લાવીને GRPને સોંપી દીધી. પાકિસ્તાનનું નામ આવતા જ સુરક્ષા બળ એક્ટિવ થઈ ગયા. તાત્કાલિક આખી ઘટનાની સૂચના સંબંધિત તપાસ એજન્સીને આપવામાં આવી. પૂછપરછનો સિલસિલો શરૂ થયો તો ખબર પડી કે છોકરી પાકિસ્તાનની નહીં, પરંતુ મેરઠની રહેવાસી છે. તેનું નામ બુશરા છે અને તે માનસિક રૂપે નબળી છે.

તપાસ બાદ ખબર પડી કે છોકરીની મેરઠમાં ગુમ થયાનો રિપોર્ટ પણ નોંધાયો છે. અંતે છોકરીના પરિવારજનોને સૂચના આપવામાં આવી અને તેને તેમને સોંપી દેવામાં આવી છે. CO GRP દેવી દયાળે જણાવ્યું કે, છોકરી મેરઠની રહેવાસી છે અને થોડી માનસિક રૂપે નબળી છે. 3 દિવસ અગાઉ ઘરથી નીકળી હતી. મેરઠ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ નોંધાયેલો છે. તેના ભાઈ અને પિતા આવ્યા હતા. તેમણે આખી વાત બતાવી. છોકરીએ તેમને ઓળખી લીધા હતા. માનસિક રૂપે નબળી બુશરા, અગાઉ પણ 3-4 વખત ઘર છોડી ચૂકી છે. મેરઠમાં બુશરાના ભાઈ અફસાને જણાવ્યું કે, બહેનની માનસિક સ્થિતિ સારી નથી.

તે અગાઉ પણ આ જ કારણે ઘર છોડીને જઈ ચૂકી છે. સોમવારે રાત્રે જ મેરઠ પોલીસ સ્ટેશનની જાણકારી બાદ પિતા હારુન અને ભાઈ બુશરાને લેવા જઈ રહ્યા છે. ઇન્સ્પેક્ટર નરેશ કુમારે જણાવ્યું કે, માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે સંભવતઃ બુશરા કોઈ કારણ વિના નિવેદનબાજી કરે છે. GRP મુરાદાબાદને આખી ઘટનાની જાણકારી આપવામાં આવી છે. SP GRPએ આશુતોષ શુક્લાએ કહ્યું કે, પોતાને પાકિસ્તાની બતાવનારી હયાત વાસ્તવમાં મેરઠની બુશરા છે. ઘણા સમયની પૂછપરછ બાદ હયાતે પોતાનું સાચું નામ બતાવ્યું, ત્યારબાદ મેરઠથી તેના પરિવારજનોને બોલાવીને છોકરીને તેમને સુપુર્દ કરી દેવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp