પાકિસ્તાનથી સીમા પાર કરીને આવી વધુ એક યુવતી, જાન્યુઆરીમાં કરશે લગ્ન

PC: amarujala.com

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓમાં બે ચર્ચિત લવ સ્ટોરી સામે આવી ચૂકી છે. 4 બાળકોની માતા સીમા હૈદર નેપાળના માર્ગે ઉત્તર પ્રદેશના નોઇડામાં આવીને રહેવા લાગી છે અને તેને સચિન મીણા સાથે લગ્ન પણ કરી લીધા છે. સચિન ઉંમરમાં તેનાથી 8 વર્ષ નાનો છે. એ સિવાય રાજસ્થાનના અલવરની રહેવાસી અંજૂ પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વા જતી રહી હતી. હવે એવી જ વધુ એક લવ સ્ટોરી સામે આવી છે.

પાકિસ્તાનની રહેવાસી જવેરિયા ખાનમ 45 દિવસના વિઝા પર ભારત આવી છે. તે કોલકાતામાં રહેતા પોતાના મંગેતર સાથે લગ્ન માટે અહી આવી છે. મંગળવારે જવેરિયા ખાનમે વાઘા-અટારી બોર્ડર પર ભારતીય સીમામાં પ્રવેશ કર્યો. જવેરિયા ખાનમ અને તેનો મંગેતર સમીર ખાન આગામી વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરશે. અટારી સીમા પર ઢોલ નગારાઓની થાપ સાથે સમીર ખાનના પરિવારે જવેરિયા ખાનમનું સ્વાગત કર્યું અને સાથે જ કોલકાતા લઈ ગયા.

મીડિયા સાથે વાત કરતા જવેરિયા ખાનમે કહ્યું કે, કોરોનાના કારણે તેમના લગ્ન ટળી ગયા હતા. છેલ્લા 5 વર્ષોમાં બે વખત ભારત આવવાના વિઝા રિજેક્ટ થઈ ગયા હતા. જો એમ ન થતું તો પહેલા જ લગ્ન કરી લેતા. જવેરિયા ખાનમે કહ્યું કે, મને 45 દિવસના વિઝા મળ્યા છે. હું અહી આવીને ખૂબ ખુશ છું. અહી આવતા જ મને એટલો પ્રેમ મળ્યો છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં અમે બંને લગ્ન કરી લઈશું. આ એક હેપ્પી એન્ડિંગ અને સુખદ શરૂઆત છે. ઘરે આવીને કોઈને પણ ખુશી મળે છે. મને તો વિશ્વાસ જ થઈ રહ્યો નથી કે 5 વર્ષો બાદ મને વિઝા મળી ગયા છે.

સમીર ખાને જણાવ્યું કે, મેં જવેરિયા ખાનમની તસવીર પોતાની માતાના ફોનમાં જોઈ હતી અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, તેની શરૂઆત મે 2018માં થઈ હતી. હું જર્મનીથી આવ્યો હતો. જ્યાં અભ્યાસ કરી રહ્યો હતો. મેં ખાનમની તસવીર પોતાની માતાના ફોનમાં જોઈ હતી અને મને ખૂબ સારી લાગી. મેં પોતાની માતાને કહ્યું હતું કે, મા જવેરિયા ખનમ સાથે લગ્ન કરવા માગું છું. હવે 5 વર્ષો બાદ બંનેની મુલાકાત થઈ શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp