સીમા બાદ હવે આ પાકિસ્તાની મહિલા ભારતીય પરિણીત પુરુષના પ્રેમમાં પડી
પ્રેમને કોઇ સરહદ નહીં રોકી શકે, ન તો તેને કોઇ બંધનમાં બાંધી શકે છે. તેનું અત્યારે જ ઉદાહરણ જોવા મળ્યું. જ્યાં પાકિસ્તાનના લાહોરની રહેવાસી 33 વર્ષીય મેહવિશે પોતાના બધા બંધન તોડીને ચૂરુના પિથિસરના 2 બાળકોના પિતા રહમાન સાથે નિકાહ કરી લીધા અને હવે તે પોતાના સાસરામાં પહોંચી છે. ઇસ્લામાબાદની રહેવાસી મેહવિશે પ્રેમ માટે 2 બાળકોને છોડી દીધા. બીજી તરફ રહમાન પણ પરિણીત છે, જેના 2 બાળકો પણ છે. રહમાનની પહેલી પત્ની ફરીદા, બાળકો સહિત પોતાના પિયર ભાદરા રહેતી હતી.
મેહવિશને તેના સાસરાવાળા વાઘા બોર્ડરથી લઇને રતનનગર પહોંચ્યા છે. જ્યાં પાકિસ્તાનની આ દુલ્હન સાથે પૂછપરછ કરીને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. મેહવિશે જણાવ્યું કે, તે પાકિસ્તાનના લાહોરની રહેવાસી છે. જ્યારે તે 2 વર્ષની હતી તો તેની માતાનું મોત થઇ ગયું અને લગભગ 15 વર્ષ અગાઉ પિતા જુલ્ફીકારનું પણ મોત થઇ ગયું. 12 વર્ષ અગાઉ તે પોતાની બહેન સાહિમા પાસે ઇસ્લામાબાદ આવી ગઇ હતી. જ્યાં તેણે 2 મહિના સુધી બ્યૂટી પાર્લરનું કામ શીખ્યું. તે છેલ્લા 10 વર્ષથી બ્યૂટી પાર્લરનું કામ કરી રહી છે.
વર્ષ 2006માં બાદામી બાગના એક વ્યક્તિ સાથે લગ્ન થયા હતા. તેના પહેલા પતિથી 2 પુત્ર છે, જેની ઉંમર 12 વર્ષ અને 7 વર્ષ છે. લગ્ન બાદ તેના પહેલા પતિએ તેને છોડી દીધી અને બીજા લગ્ન કરી લીધા. મેહવિશના પહેલા પતિ સાથે વર્ષ 2018માં છૂટાછેડા થયા. મેહવિશે જણાવ્યું કે, જ્યારે તે એકલી જિંદગી વિતાવી રહી હતી. એ સમયે તેની ઇમો પર ઓળખ ચૂરુના પિથિસર ગામના રહેવાસી 30 વર્ષીય રહેમાન સાથે થઇ. બંને મોબાઇલ પર વાતો કરવા લાગ્યા અને તેમનો પ્રેમનો પારો ચઢવા લાગ્યો.
મેહવિશે પોતાની બહેન અને બનેવી સાથે વાતચીત કરીને રહમાનને લગ્ન માટે પ્રપોઝ કર્યો. પ્રપોઝ કર્યાના 3 દિવસ બાદ વર્ષ 2022માં મેહવિશે રહમાન સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લગ્ન કરી લીધા. એ સમયે રહમાન કુવૈતમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યો હતો. વર્ષ 2023માં મેહવિશ ઉમરા ગઇ. જ્યાં રહમાન પણ પહોંચી ગયો અને બંનેએ મક્કામાં લગ્ન કર્યા. ચૂરુના રતનનગર પોલીસ સ્ટેશન અંતર્ગત પિથિસર ગામનો રહેવાસી રહમાન કુવૈતમાં ટ્રાન્સપોર્ટનું કાર્ય કરે છે.
2 ભાઇઓમાં રહમાન મોટો છે. તેનો નાનો ભાઇ સલીમ ગામમાં જ રહે છે. જે ખેતીવાડી અને પરચૂરણની દુકાન ચલાવે ચછે. રહમાનના પિતા અલી શેર પશુપાલન અને ખેતીવાડીનું કામ કરે છે. રહમાનના લગ્ન 2011માં ભાદરાની ફરીદા સાથે થયા હતા. રહમાનના 2 બાળકો છે. લગ્ન બાદ રહમાનનો પત્ની સાથે અણબનાવ થઇ ગયો. હાલમાં ફરીદા પોતાના પિયર ભાદરામાં રહે છે. રહમાને વર્ષ 2022 લાહોરની મેહવિશ સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ ત્યારબાદ રહમાન અને મેહવિશે પોતાના બંનેની તસવીર સોશિયલ મીડિયા પર નાખ્યો તો પરિવારના લોકોને ખબર પડી કે રહમાને બીજા લગ્ન કરી લીધા છે.
બંનેએ ઇન્સ્ટા પર પોતાના નિકાહ બાદની રીલ પણ બનાવી રાખી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે. મેહવિશે જણાવ્યું કે, તે ઇસ્લામાબાદથી 25 જુલાઇની સાંજે 7:00 વાગ્યે પોતાના પરિવાર સાથે રવાના થઇ હતી. પરિવારના લોકો તેને વાઘા બોર્ડર પર એકલી છોડીને જતા રહ્યા, જ્યાં પાકિસ્તાની સેના અને ભારતીય સેનાએ તેના દસ્તાવેજોની તપાસ કરી. મેહવિશ 45 દિવસોના ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી છે. સરહદ પર ઊભા સાસરીના લોકો તેને પોતાના વાહનથી લઇને રવાના થયા અને પછી સરદાર શહેરમાં એક રાત રાખીને તેણે ગામ પિથિસર લઇ ગયા.
જ્યારે સાસરીના લોકો 33 વર્ષીય મેહવિશને રતન નગર પોલીસ સ્ટેશન લઇને ગયા ત્યારે પોલીસ સ્ટેશમના અધિકારી જય પ્રકાશ યાદવે મેહવિશને સખ્તાઇથી પૂછપરછ કરી અને તેના પાસપોર્ટ, વિઝા વગેરે દસ્તાવેજની તપાસ કરી. જ્યારે સપોર્ટમાં લાગેલો ફોટો જોઇને પોલીસ સ્ટેશનના અધિકારી કહ્યું કે, આ ફોટો તારો છે? તો મેહવિશે જવાબ આપ્યો પાકિસ્તાનની સરકાર ખોટું બોલતી નથી, એ ફોટો મારો છે. ત્યારે તેણે પોતાનું માસ્ક ઉતારીને પોતાનો ચહેરો દેખાડ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp