Video: રજનીગંધા નાખી બનાવી ઓમલેટ, લોકો બોલ્યા- અજય દેવગણને ભાવશે

PC: amarujala.com

લોકો ભોજનનો સ્વાદ માણવા માટે નવતર પ્રયોગો કરતા રહે છે. સોશિયલ મીડિયા પર તમે ઘણાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સના આના અનોખા પ્રયોગો જોયા હશે. ઘણાં લોકોને આવા પ્રયોગો પસંદ આવે છે, તો અમુકને પસંદ આવતા નથી. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને લોકો હેરાનીમાં મૂકાયા છે. આ વીડિયોમાં એક દુકાનવાળો પાન-મસાલો ભેળવીને આમલેટ બનાવી રહ્યો છે. આ વીડિયો જોઇ લોકો હાંસી ઉઠાવી રહ્યા છે તો અમુક લોકો ગુસ્સામાં છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોએ લોકોને હેરાનીમાં મૂકી દીધા છે. કારણ કે પાન મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઈન્ટરનેટ પર વીડિયો સામે આવ્યા પછી ગુટખા આમલેટે હંગામો મચાવ્યો છે. આ પ્રયોગને લઇ લોકો સવાલ ઊભા કરી રહ્યા છે. શું આ રીતના પ્રયોગો સુરક્ષિત છે? પાન-મસાલામાં મોજૂદ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

આ ઉપરાંત માનવામાં આવે છે કે, ગુટખામાં મોજૂદ તત્વો કેંસરકારી હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં રસ્તા પર આમલેટ બનાવનાર વિક્રેતા પહેલા તો અમુક ઈંડા એક વાસણમાં ફોડે છે અને પછી તેની સાથે મોજૂદ એક વ્યક્તિ તેમાં રજનીગંધાનું પેકેટ ખોલીને નાખે છે. ત્યાર બાદ દુકાનદાર તેની આમલેટ બનાવી દે છે.

આ ગુટખા આમલેટને લઇ લોકો ગુસ્સામાં છે. આ પ્રયોગને લઇ લોકો સવાલ ઊભા કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, બજારમાં ખાવાની વસ્તુઓમાં ભેળસેળ ઓછી હતી કે હવે ગુટખા ભેળવવાનું પણ શરૂ કરી દીધું. આ દુકાન પર કોણ અનહેલ્ધી આમલેટ ખાવા જશે.

ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ, આ બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેને લઇ લોકોની ઘણી ટિપ્પણીઓ સામે આવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર 11 ઓક્ટોબરના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોમાં લોકો ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ભૈયા એક કેંસર મસાલા આમલેટ બનાવજો. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, અજય દેવગણને આ આમલેટ જરૂર ભાવશે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, આ આમલેટને ખાવી કે થૂંકવી?

 
 
 
View this post on Instagram

A post shared by Abhinav (@rjabhinavv)

વધુ એક યૂઝરે લખ્યું કે, આ પ્રકારની લારીઓ બંધ કરી દેવી જોઇએ. આ પહેલીવાર નથી જ્યારે આ પ્રકારના વીયર્ડ ફૂડ કોમ્બિનેશન વિશે સાંભળવા મળ્યું હોય. આ પહેલા ચોકલેટ આમલેટથી લઇ ફળોવાલી ચા સુધીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, આ પ્રકારના વીડિયો લોકો સોશિયલ મીડિયા વધારે વ્યૂ મેળવવા અને વાયરલ થવા માટે બનાવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp